Face Of Nation 03-06-2022 : અમદાવાદથી દિલ્હી જતી આશ્રમ એક્સ્પ્રેસ ટ્રેનમાં બેદરકારીની એક મોટી ઘટના સામે આવી. ફુલસ્પીડમાં દોડતી એક ટ્રેનના એન્જિનમાં બેઠેલી એક વ્યક્તિએ ઈમરજન્સી ડીવાઈસ સાથે છેડછાડ કરી. એટલું જ નહીં પોતાના આ પરાક્રમનું તેને ફેસબુક પર લાઈવ પણ કર્યું. તો બીજીતરફ ઘટનાની જાણકારી સામે આવતા રેલ પ્રશાસનમાં હોબાળો ઊભો થઈ ગયો. ડિપાર્ટમેન્ટે ઘટના માટે જવાબદાર ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરતા આરોપી વ્યક્તિ વિરૂદ્ધ કેસ કર્યો છે.
બાંદીકુઈ જંકશનથી બેઠો હતો એન્જિનમાં
આ ઘટના આમ તો સોમવાર સાંજની બાંદીકુઈ જંકશનની છે. જ્યાં જયપુરથી પહોંચેલી આશ્રમ એક્સપ્રેસમાં ચીફ લોકો ઈન્સ્પેક્ટર (ડ્રાઈવર) સંતોષે પોતાના સંબંધી સુખરામને તેની કેબિન (એન્જિન)માં બેસાડ્યો. કેમકે તેની ટિકિટ કન્ફર્મ ન હતી. ટ્રેન જંકશનમાંથી રવાના થઈ તે સાથે જ સુખરામે કેબિનમાંથી ફેસબુક પેજ પર લાઈવ કરવાનું શરૂ કરી દીધું. ટ્રેનને પોતે ચલાવતો હોવાનો દાવો કરીને લાઈવ કરતો રહ્યો. વીડિયોમાં તે ટ્રેન ચલાવનારા ડીવાઈસ સાથે છેડછાડ કરતાં પણ જોવા મળ્યો. તે સમયે ટ્રેનમાં 800થી વધુ પેસેન્જર સવાર હતા.
ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા
જયપુર મંડલના DRM નરેન્દ્રએ જણાવ્યું કે તપાસમાં આ ઘટના બાંદીકુઈથી દિલ્હી વચ્ચે ઘટી હતી. જયપુર મંડલના રેલવે ચીફ લોકો ઈન્સ્પેક્ટર સંતોષ, લોકો પાયલટ પ્રદીપ મીણા અને આસિસ્ટન્ટ લોકો પાયલટ મનીષને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે. તો બીજીતરફ એન્જિનમાં બેસેલી વ્યક્તિ સુખરામ દિલ્હી પહોંચી ગયો છે. તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ રીતે મુસાફરી કરવી અને કરાવવી ખોટું છે.
યાત્રિકોની સુરક્ષાને ખતરામાં નાખી
રેલવે અધિકારીની તપાસમાં સામે આવ્યું કે સુખરામ રિયર લોકોમાં એકલો બેઠો હતો. રિયર લોકોથી પરિચાલન સંબંધી કોઈ કંટ્રોલ નથી થતું. ત્યાંથી ઈમરજન્સી સિસ્ટમનો યૂઝ કરી શકાય છે. રિયર લોકોમાં ઈમરજન્સી ડીવાઈસનો ઉપયોગ કરી શકાય છે. રિયર લોકોમાં રહેલી ઈમરજન્સી ડીવાઈસને સુખરામે જો યૂઝ કર્યું હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત. જેનાથી સેંકડો યાત્રિકોના જીવ પર જોખમ હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનના ડ્રાઈવરે સંબંધીને એન્જિનમાં બેસાડ્યો; તેણે ઈમરજન્સી ડીવાઈસ સાથે...