Home Religion ‘સિલસિલો ચાલુ’, ભેદી ગોળાનું રહસ્ય ઘેરાયું; ચરોતર બાદ આજે ઝાલાવાડમાં આકાશમાંથી ગોળા...

‘સિલસિલો ચાલુ’, ભેદી ગોળાનું રહસ્ય ઘેરાયું; ચરોતર બાદ આજે ઝાલાવાડમાં આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ પડ્યો, લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું

Face Of Nation 15-05-2022 : ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનું યથાવત છે. ચરોતરમાં આણંદ અને ખેડા જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ગોળો વરસ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ચાર દિવસથી આકાશમાંથી ગોળા વરસવાનું યથાવત રહેતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે.
આણંદ અને ખેડા બાદ સુરેન્દ્રનગરમાં ભેદી પદાર્થ પડ્યો
રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી આવકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનો સિલસિલો ચાલુ છે. સૌ પ્રથમ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવામાંથી અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્યા હતા. આ મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્યો હતો. ત્યારબાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરિયાની વાડીમાંથી ભેદી પદાર્થ પડ્યો હતો. રાજ્યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ભેદી પદાર્થ વરસવાનું ચાલુ રહેતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું છે.
ખોલીને જોતા વાળના ગુચ્છા જેવો પદાર્થ જોવા મળ્યો હતો
આણંદ અને ખેડા બાદ સુરેન્દ્રનગરના સાયલામાં અવકાશમાંથી ગોળા વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહુલ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાની વાડીમાં ઉપર આભમાંથી ભેદી ગોળા વરસતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા એમની વાડીએ દોડી ગયા હતા. ત્યારબાદ દેવગઢના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયા દ્વારા આ ઘટના અંગે સરપંચને જાણ કરી લાગતા વળગતા સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. આ અંગે સાયલાના દેવગઢ ગામના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાએ જણાવ્યું કે, મારી વાડીમાં આકાશમાંથી ગોળા જેવો પદાર્થ નીચે પટકાયા બાદ એને ખોલીને જોતા વાળના ગુચ્છા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ ઘટના બાબતે સરપંચ સહિત લાગતા વળગતા તંત્રને પણ જાણ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).