Face Of Nation, 23-11-2021:ગુજરાતીમાં આપણે ત્યાં ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી તરફ હમણાંથી જનેતાજ નિષ્ઠુર બનીને પોતાના ફૂલ જેવડા માસૂમ બાળકોને ત્યજી રહ્યા છે. મોરબીના મેધપર ગામ નજીકથી બાવળના કાંટામાંથી નવજાત બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામ નજીક એક સ્થાનક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની નજર બાવળના કાંટામાં પડેલી એક એક નવજાત બાળક પડી હતી. નવજાત બાળકી ઝાડીઓમાં પડી હોવાના કારણે રોતી હતી. ત્યારે તેણે સૌ પ્રથમ તો બાળકી પાસે જઈને તેમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
આ ઘટનાની જાણકારી તાત્કાલિક ગ્રામના સરપંચને કરવામાં આવી હતી, જેના કારણે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ આવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણકારી માળીયા પોલીસને કરવામાં આવતી હતા. જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
સૌ પ્રથમ તો નવજાત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બાળકી સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)