Home News પ્રજાનો આક્રોશ : શાકભાજી અને કરિયાણું ઘરમાં ખાલી થઇ જતાં કોર્પોરેટરના કાર્યાલય...

પ્રજાનો આક્રોશ : શાકભાજી અને કરિયાણું ઘરમાં ખાલી થઇ જતાં કોર્પોરેટરના કાર્યાલય પર હોબાળો

ફેસ ઓફ નેશન, 10-05-2020 : લોકડાઉનનો સમય વધી ગયો છે. શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે. તેવામાં રોજનું લાવીને રોજ ખાનારા અને ગરીબ વર્ગના જીવન નિર્વાહ ઉપર સવાલ ઉભો થયો છે. ઘરમાં કેદ થયેલો આ વર્ગ પેટનો ખાડો પુરવા ટળવળી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદના અમરેઈવાડી વિસ્તારમાં કોર્પોરેટરના કાર્યાલય બહાર હોબાળો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે 15 તારીખ સુધી બધી જ સેવાઓ બંધ કરાતા આજરોજ અમરાઇવાડી વિસ્તારના લોકોએ સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકના ઘરમાં શાકભાજી, કરિયાણું જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખુટી જતી લોકો કોર્પોરેટરના કાર્યાલય પર પહોંચ્યા હતા અને કાર્યાલય પર ધસી ગયા હતા અને ભોજનની માગ સાથે સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર બેસી ગયા હતા. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ