Home News દિલ્હીથી એઈમ્સના ડો.રણદીપ ગુલેરીયા સહીત બે ડોક્ટરોની ટિમ અમદાવાદમાં કોરોના મામલે કરશે...

દિલ્હીથી એઈમ્સના ડો.રણદીપ ગુલેરીયા સહીત બે ડોક્ટરોની ટિમ અમદાવાદમાં કોરોના મામલે કરશે ચર્ચા

ફેસ ઓફ નેશન, 08-05-2020 : કોરોનાના વધતા જતા કેસો મામલે ડોકટરો સાથે ચર્ચા કરવા અને જરૂરી સૂચનો આપવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીથી બે ડોક્ટરોની ટિમ મોકલી આપી છે. જેમાં એઈમ્સના ડાયરેક્ટર અને વરિષ્ઠ તબીબ ડોક્ટર રણદીપ ગુલેરીયા અને ડોકટર મનીષ સુનેજાનો સમાવેશ થાય છે. આ ડોકટરો શુક્રવાર રાત્રે એર ઇન્ડિયાના ખાસ વિમાન દ્વારા અમદાવાદ પહોંચી જશે.
શનિવારે આ બંને ડોકટરો કોરોનાની સારવાર કરી રહેલા અમદાવાદના ડોકટરો સાથે મુલાકાત કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપશે. જેમની સાથે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. સાથે જ બંને ડોકટરો કોવિડ હોસ્પિટલોની મુલાકાત પણ લેશે. આ બંને ડોકટરો દર્દીઓ સાથે પણ વાતચીત કરશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટિમ મોકલવા રજુઆત કરી હતી. જેને લઈને કેન્દ્ર દ્વારા આ બે ડોક્ટરોને મોકલવામાં આવ્યા છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

આબુ રોડ નજીક ગમખ્વાર અકસ્માત, મહારાષ્ટ્રથી સિરોહી આવતા પરિવારના 6 લોકોના મોત

બેદરકારી : વતન જવા ગોતા ખાતે એકઠા થયેલા શ્રમિકોને બસમાં ભરીને શહેરમાં ગમે ત્યાં ઉતારી દેવાયા !, જુઓ Video

બેદરકારી : વતન જવા ગોતા ખાતે એકઠા થયેલા શ્રમિકોને બસમાં ભરીને શહેરમાં ગમે ત્યાં ઉતારી દેવાયા !, જુઓ Video

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ