Face Of Nation:ગુરુગ્રામમાં અનેક ભક્તો ધરાવતા બાબા જ્યોતિગીરી હાલ ફરાર થયા છે. કારણ કે અલગ અલગ મહિલાઓ સાથેના તેમના 10 જેટલા સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વધુમાં પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ થતા ભોગી સાધુને ભાગવાનો વારો આવ્યો છે.રામ રહિમ અને આશારામ જેવા સાધુ-બાબાના જ્યાં હાલ જેલની હવા ખાય છે ત્યાં વધુ એક સાધુ આ પ્રકારના કેસમાં ફસાયા છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના બહેડા કાલા ગામમાં બાબા જ્યોતિગીરીનો એક મોટો આશ્રમ આવ્યો છે. ખબર મુજબ અને તેમની વિરુદ્ધ આમ આદમી પાર્ટીના નેતા સુધીર યાદવે એફઆઇઆર નોંધાવી છે.
ફરિયાદમાં બાબા જ્યોતિગીરી પર સગીર યુવતીનું આશ્રમમાં શારિરીક શોષણ કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. અને તેમના આવા એક બે નહીં કુલ 10 વીડિયો હજી સુધીમાં બહાર આવી છે.વધુમાં ખબર મુજબ ગુરુગ્રામની સાઇબર પોલીસ આ વીડિયોની તપાસ કરી રહી છે. અને વીડિયોને દેખતા લાગી રહ્યું છે કે તેને બનાવવામાં એક કરતા વધુ લોકો જોડાયેલા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બાબા આશ્રમથી ફરાર થયા છે.