બુધવારે ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં નગર નિગમની એક ટીમ જર્જરીત મકાનોને તોડી પાડવા માટે પહોંચી હતી. આ દરમિયાન આકાશ પણ અહીં પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
Face Of Nation:ઇન્દોર નગર નિગમના 22 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. નિગમ કમિશ્નર આશિષ સિંહે તમામને સસ્પેન્ડ કર્યા છે. આરોપ છે કે બુધવારે નિગમના અધિકારી સાથે મારપીટમાં આ કર્મીઓએ બીજેપી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો સાથે આપ્યો હતો.
કામકાજ ઠપ
બીજેપી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરીના વિરોધમાં ઇન્દોર નિગમના કર્મચારીઓએ ગુરુવારે કામકાજ બંધ કરી દીધું હતું. કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. નિગમના તમામ વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિજયવર્ગીય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આકાશ વિજયવર્ગીય ઇન્દિર 3થી બીજેપીના ધારાસભ્ય છે. બુધવારે ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં નગર નિગમની એક ટીમ જર્જરીત મકાનોને તોડી પાડવા માટે પહોંચી હતી. આ દરમિયાન આકાશ પણ અહીં પોતાના સમર્થકો સાથે પહોંચી ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
તેમણે જાહેરમાં અધિકારીઓને ચેતવણી આપી હતી. નગર નિગમના જેસીબી મશીનની ચાવી કાઢી લીધી હતી. આકાશ વિજયવર્ગીય અને નિગમના અધિકારીઓ વચ્ચે ચકમક જરી હતી. જે બાદમાં આકાશે બેટ ઉપાડી લીધું હતું અને અધિકારીને મારવાનું શરુ કર્યું હતું. આકાશ નિગમના અધિકારી પર ઉપરાઉપરી બેટથી પ્રહાર કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને નગર નિગમના અધિકારીઓ સાથે આકાશની ઝપાઝપી થઈ હતી.
આ બાદમાં પોલીસે આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી લીધી હતી. તેમને સ્થાનિક કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આકાશને કોર્ટમાં લઈ જવા માટે પણ પોલીસે ખૂબ મહેનત કરવી પડી હતી. કારણ કે મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા. તેઓ સરકાર અને નિગમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આકાશે પોતાનો પક્ષ મૂક્યો હતો. આકાશના કહેવા પ્રમાણે આ તો શરૂઆત છે, તેઓ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીને ખતમ કરશે.
ઉલ્લેખનીય છે કે આકાશના પિતા કૈલાશ વિજયવર્ગીય છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળના બીજેપીના પ્રભારી પણ છે. આ માટે જ તેમણે ગત વર્ષે યોજાયેલી મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણી લડી ન હતી. તેમની જગ્યાએ પાર્ટીએ તેમના પુત્ર આકાશને ટિકિટ આપી હતી.