Face Of Nation 09-04-2022 : રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે તેવા તબક્કે નવી જ રાજકીય ફોર્મ્યુલા આકાર પામી રહી હોવાના આધારભૂત સંકેતો મળ્યા છે. જે મુજબ કોંગ્રેસ અને ‘આપ’ ચૂંટણી જોડાણ કરે અને નરેશ પટેલ તેનો સંયુક્ત ચહેરો જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના એક દૈનિક અખબારે કરેલા દાવા પ્રમાણે, પ્રશાંત કિશોરે આ સમગ્ર મામલે મધસ્થી કરી શકે છે, તો સૂત્રો દ્વારા એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે, પ્રશાંત કિશોર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે સેતુરૂપ બની શકે છે.
મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો
સૌરાષ્ટ્રના એક દૈનિક અખબારના ઘટસ્ફોટને પગલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. બંને રાજકીય પાર્ટીના મોટા માથાઓ સાથે આ ફોર્મ્યુલા સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ ફોર્મ્યુલા સફળ થાય તો તેવા સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો ફેલાઈ શકે છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી ગામ ગાંડું કરનાર ટીમ નરેશભાઈ પટેલ અને વિવિધ ચર્ચા, મુલાકાતો, કથિત સર્વે સહિતના કથિત નાટકો બાદ હવે નરેશ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું અને સંભવત આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય જાહેર કરી. ટીમ નરેશ પટેલ ભાજપની મદદે આવી જશે તેવા સ્પષ્ટ અહેવાલો મળે છે. મોટાભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics “ગુજરાતના રાજકારણમાં સર્જાશે નવી ફોર્મ્યૂલા”; કોંગ્રેસ-AAPનું થશે જોડાણ, નરેશ પટેલ હશે ચહેરો!