Face Of Nation, 26-09-2021 : ગાંધીનગરમાં ત્રીજી ઓક્ટોબરે કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે એવામાં રાજકીય પક્ષો ધમધોકાર ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. રાજકીય તખ્તો ગાંધીનગરથી ઘડાય છે ત્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર અને લોકોનો મળતો સહયોગ જોતા ચોક્કસ એમ કહી શકાય કે આગામી આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અસરકારક સાબિત થશે. લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આવકાર આપી રહ્યા છે તે જોતા કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અસરકાર ભૂમિકામાં રહેશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભાજપના વિકલ્પમાં ના છૂટકે લોકોને કોંગ્રેસને મત આપવો પડતો હતો તે હવે બદલાયું છે. સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું તે જોતા ભાજપના દિગ્ગ્જ નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને હવે ફરી પાછું ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી સત્તાના શ્રી ગણેશ કરવા તરફ આગળ વધી રહ્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની ચૂંટણી માટે 43માંથી 40 ઉમેદવારોની ઘોષણા કરેલી છે અને પાર્ટીનો આ ચૂંટણી જીતશે એવો દાવો કરે છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે જણાવ્યું હતું કે, આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન છે. રજવાડામાં વહેંચાયેલા દેશને સરદાર પટેલે મહેનત કરીને એક કર્યો. છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે દેશની હાલત બગાડી છે. છેલ્લા 27 વર્ષમાં ભાજપ- કોંગ્રેસની દોસ્તીની સરકાર છે. જ્યારે ભાજપને જરૂર હોય ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. ગુજરાતના લોકો, વેપારીઓ ડરેલા છે.
ભાજપનો ગઢ ગણાતા સુરતમાં જયારે આમ આદમી પાર્ટીએ ગાબડું પાડીને ગુજરાતના રાજકારણમાં પગ મુક્યો હતો ત્યારે જ સમગ્ર ગુજરાતના રાજકારણનો એક નવો ઇતિહાસ લખાવવાનું શરૂ થઇ ગયું હતું ત્યારબાદ ભાજપની પણ ઊંઘ હરામ થઇ ગઈ હતી. લોકો પણ એટલા જ ખુશ હતા કેમ કે, સત્તાધારી ભાજપને ચઢેલું અભિમાન ઉતારવું જરૂરી બની ગયું છે અને તેના વિકલ્પ તરીકે કોંગ્રેસનો એવો કોઈ મજબૂત ઉમેદવાર કે નેતા નથી કે જેની ઉપર પ્રજા વિશ્વાસ મૂકીને મત આપી શકે તેવામાં આમ આદમી પાર્ટી જે તે વિસ્તારમાંથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને ઉમેદવારી માટે સક્ષમતા ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપીને લોકોના કામો માટે આગળ આવીશું તેવા વચનો સાથે આગળ આવી રહ્યું છે. લોકો પણ આમ આદમી પાર્ટીને ગજબનો આવકાર આપી રહ્યા છે સાથે જ લોકો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે.
હાલ, આમ આદમી પાર્ટીનું રાજકીય વાતાવરણ જોતા ગાંધીનગરમાં તે ચોકકસ અસરકારક ભૂમિકામાં રહેશે તે સ્પષ્ટ નજરે ચઢી રહ્યું છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો જીતી જશે તેવું વાતાવરણ પણ અત્યારથી લોકોના ટોળા જોઈને જ સ્પષ્ટ થઇ રહ્યું છે. જો કે પ્રજા હવે ભાજપના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને કેટલો સહયોગ આપશે તે ચૂંટણી પરિણામો જ કહી શકે તેમ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં કોરોનાના એક જ દિવસમાં જ આટલા કેસ આવતાં એપાર્ટમેન્ટને મારી દેવાયું સીલ
રૂંવાડા ઉભા થઇ જાય એવી તાલીબાની સજા, એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી લટકાવ્યો, VIDEO વાયરલ