Face of Nation 03-01-2022: AAP નેતા ઇસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું હતું કે આજે 13 દિવસના જેલવાસ બાદ જાણવા મળ્યું કે મારો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો? તેમણે કહ્યું હતું કે મી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો તેમ છતાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
તેમણે જણાવ્યું હતું કે વિરોધ કરવો એ વિરોધ પક્ષનું કામ છે. પણ મારા પર હુમલો થયો હતો. આ તો પોલીસે મને પ્રામાણિકતાથી બચાવ્યો. એસપીએ મને માર ખાતા બચાવ્યો હતો. ત્યાર બાદ મારા પર ગંભીર કલમો લગાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સિધ્ધુએ કેજરીવાલના બંગલાની બહાર વિરોધ કર્યો હતો. એ રીતે વિરોધ પક્ષ તો વિરોધ નોંધાવે.
ભાજપનાં નેતાઓને જ પૂછો
તેમણે કહ્યું હતું કે ભાજપનાં નેતાઓને જ પૂછી જુઓ તેઓ સામેથી કહેશે કે ઇસુદાનભાઈ દારૂ નથી પિતા. આ મને બદનામ કરવાનું કાવતરું છે. ઇસુદાન ગઢવીએ પોતાના વિરુદ્ધના તમામ આરોપો આ સાથે ફગાવી દીધા હતા અને તેમની લીગલ ટીમે પણ આ આખા કેસને ખોટો કેસ ગણાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે મારો રિપોર્ટ ખોટો આવ્યો છે. હું માં મોગલ અને માં સોનલના સોગંધ ખાઉ છું કે મેં દારૂને હાથ પણ નથી લગાવ્યો. મને તો મીડિયા પાસેથી જાણવા મળ્યું હતું કે મારો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
મેં ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માગણી કરી હતી
તેમણે કહ્યું હતું કે તેઓએ પોતાનો રિપોર્ટ ખાનગી હોસ્પિટલમાં કરાવવા માટે માંગ કરી હતી. પણ તપાસ અધિકારીએ કહ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ તેમનો બ્રેઠ એનેલાઇઝરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે પેપરલીક કાંડમાં મોટા માથાઓ સામેલ હોવા છતાં તેમાંથી કોઈ પકડાયું નથી પણ ઇસુદાને દારૂ પીધો તેની ચર્ચા બધે છેડવામાં આવી રહી છે.
કોઈ રાજ્યમાં વિરોધ કરે તો તેઓને સીધા સાબરમતી જેલમાં નાખી દેવામાં આવે છે એવું પણ તેમણે કહ્યું હતું. ત્યાર બાદ ઇસુદાન ગઢવી પોતે પોલીસને તપાસમાં સહકાર આપવા માટે સામે ચાલીને લીગલ ટીમ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).