Face Of Nation 21-03-2022 : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. આમ આદમી પાર્ટી દ્વારા બન્ને નેતાઓના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી ચાર કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.
ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે
આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે. બંને નેતાઓ 2 એપ્રિલે સવારે તેઓ ગુજરાત આવશે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી બાપુનગર ખોડીયાર મંદિર, બાપુનગર ચાર રસ્તા, ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપા નગર એપ્રોચ, ટોરેન્ટ પાવર સ્ટેશન, પંચમ મોલ થઈ અને નિકોલ ખોડીયાર મંદિર પાસે રોડ શો પૂરો થશે.
આપ પાર્ટી એડીચોટીનું જોર લગાવશે
આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics ગુજરાતમાં ‘માન-કેજરીવાલ’નું શક્તિપ્રદર્શન; “આપ” દ્વારા બીજી એપ્રિલના રોજ અમદાવાદમાં 4 કિલોમીટરનો રોડ...