Home Gujarat ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કરતાં ઈસુદાને કહ્યું; ‘યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી...

ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કરતાં ઈસુદાને કહ્યું; ‘યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ’

Face Of Nation 12-03-2022 : તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં જંગી બહુમતીથી ‘AAP’ની સરકાર બનતાં એની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈસુદાન ગઢવી શહેરમાં આવી પહોંચ્યા હતા. અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જ્યાં મીડિયાને ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે નરેશ પટેલ આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે. ઉલ્લેખનીય છે કે આજે ભાજપ સહિત અન્ય પક્ષના 150થી વધુ લોકો AAPમાં જોડાશે.
લોકો પાસે જઈને મત માગીશુ
આજે 150થી વધુ લોકોના AAPમાં જોડાવા મામલે તેમણે કહ્યું હતું કે, યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ.’ આવાનારા દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. રાજકોટમાં આજે વિજય તિરંગાયાત્રા કાઢીને આમ આદમી પણ હેલિકોપ્ટરવાળાને હરાવી શકે એ સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમે લોકોને સ્પર્શતા મુદ્દા શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી સહિતના મુદ્દાઓ સાથે લોકો પાસે જઈને મત માગીશુ તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).