Face Of Nation 11-05-2022 : વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. બાદમાં શાસ્ત્રીમેદાનમાં જંગી સભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકો સભામાં આવ્યા એ બદલ તમારો આભાર. આજકાલ ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. તો બીજીતરફ કેજરીવાલે કહ્યું કે, સી.આર. પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મેં દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ખાનગી સ્કૂલે ફી વધારી નથી, કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે. પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે? કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે. શું તમને હું ઠગ નજર આવું છું.
ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું
હું પાટીલને કહેવા માગું છું કે, તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા નથી કરાવી પણ જો અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું. દિલ્હીમાં 7 વર્ષમાં કોઈ ખાનગી શાળાની ફી વધારવામાં આવી નથી. જો કોઈ શાળા આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરી લે છે. ત્યારે હું પાટીલને પૂછું છું કે 27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી?
હું ખુશ છું કે ગુજરાતના લોકો મને ખૂબ પ્રેમ કરે છે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મને ખુશી છે કે ગુજરાતના લોકો પણ મને ખૂબ પ્રેમ કરે છે. ગુજરાતના ઘણા લોકો મને મળવા આવે છે. તેમની સમસ્યા લઈને આવે છે. એક વૃદ્ધ માતા આવી અને ધીરેથી કાનમા કહ્યું કે, અયોધ્યા વિશે જાણે છે, ગયો છે. તો મેં કહ્યું હા હું ગયો છું. ત્યારે મને કહ્યું કે હું ગુજરાતના એક ગામડામાં રહું છું અને ગરીબ છું. તો મેં કહ્યું અમે તમને અયોધ્યા જરૂર મોકલીશું. દિલ્હી સરકારમાં તિર્થયાત્રા યોજના છે. જેમાં વૃદ્ધ માતા-પિતાને એસી ટ્રેનમાં યાત્રા કરાવીએ છીએ.
આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો
સભામાં કેજરીવાલે 13 વાર સી.આર. પાટીલનું નામ લીધું હતું અને જણાવ્યું હતું કે, પાટીલને હું કહેવા માગું છું કે તમે ગુજરાતમાં 6 હજાર સરકારી સ્કૂલ બંધ કરી દીધી, ગરીબ બાળકો માટે કેટલી સ્કૂલ ચાલુ કરાવી. પાટીલે એક સભામાં મને મહાઠગ ગણાવ્યો હતો. પરંતુ હું શું ઠગ છું? પાટીલ કહે છે કે, કેજરીવાલ આતંકવાદી છે. મને રાજનીતિ નહીં, કામ કરવાનું આવડે છે. આ સરકાર વીજળી ફ્રી નહીં આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો. ઘરમાં કોઈને મોટી બિમારી આવી જાય તો ઘર, દાગીના, જમીન વેચાય જાય છે. જેમાં કેટલાય લોકોને આત્મહત્યા કરવાનો વારો આવે છે. દિલ્હીમાં અમે 2 કરોડ લોકોની સારવાર ફ્રી કરી દીધી છે. દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે, હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન ઠીક રીત થતું નથી તો સરકાર શું ચલાવશો.
5 વર્ષમાં દિલ્હીમાં 5 લાખ લોકોને રોજગારી આપી
પાટીલે કહ્યું હતું કે, કેજરીવાલ મહાઠગ છે. ત્યારે હું ગુજરાતનાં લોકોને પૂછું છું કે, કોઈ ઠગ લોકોના શિક્ષણ અને આરોગ્યની વાત કરે છે? બાદમાં લોકોને પૂછ્યું હતું કે શું પાટીલ ઠગ છે? જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાથ ઉઠાવતા કહ્યું હતું કે, મીડિયા આ ઊંચા થયેલા હાથ બતાવી નહીં શકશે? હાલ પરિવારનાં એક વ્યક્તિને બીમારી લાગુ પડે તેમાં લોકોના ઘર વેંચાય જાય છે. ત્યારે દિલ્હીમાં 2 કરોડ લોકોને તમામ ટેસ્ટ સહિતની સારવાર મફત આપવામાં આવી રહી છે. જેમાં ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર ભોગવે છે. દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગારી આપી અને આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપવામાં આવનાર હોવાનો દાવો દાવો કર્યો હતો.
સરકારી સ્કૂલના પરિણામો આ વર્ષે 99.97 ટકા આવ્યું
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમે 50 હજાર વૃદ્ધ માતા-પિતાને યાત્રા કરાવી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલની હાલત ખરાબ છે, શિક્ષણના નામે ઝીરો છે. 27 વર્ષના શાસનમાં ભાજપ સ્કૂલ પણ ઠીક કરાવી શકી નથી. પાંચ વર્ષની અંદર સરકારી સ્કૂલોને શાનદાર બનાવી દીધી છે. સરકારી સ્કૂલના પરિણામો આ વર્ષે 99.97 ટકા આવ્યું છે. 4 લાખ લોકોએ સરકારી સ્કૂલમાં ભરતી કરાવી છે. સરકારી સ્કૂલમાં ભણતા 450 વિદ્યાર્થીઓનું એડમિશન IITમાં કરાવ્યું છે. અમે પાંચ વર્ષમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવ્યા પણ ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં કેમ શિક્ષણ સુધારી શક્યા નહીં. મને દિલ્હીના લોકોએ તક આપી, પંજાબે તક આપી હવે ગુજરાતનો વારો છે. તમે મને તક આપો. હું સ્કૂલ અને હોસ્પિટલના નામે મત માગવા આવીશ.
મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા આપમાં જોડાયા
રાજકોટના સામાજિક આગેવાનો અને વેપાર-ઉદ્યોગ સંગઠનોએ કેજરીવાલથી દૂરી રાખી હતી. જોકે મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા હતા. રાજકોટ ઓલ ઇન્ડિયા સીરામીકના ઉદ્યોગપતિઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો હતો. આ સંસ્થાના પૂર્વ પ્રમુખ ગીરીશ પેથાપરા સાથે કેજરીવાલે બેઠક કરી હતી. ગીરીશભાઈ 20 વર્ષ પહેલા કોંગ્રેસની ટિકિટ મેળવી વિધાનસભા લડી ચૂક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).