Home News ભગવંત માને કહ્યું- શાસન તે કરે છે જેઓ લોકોના દિલમાં રાજ કરે...

ભગવંત માને કહ્યું- શાસન તે કરે છે જેઓ લોકોના દિલમાં રાજ કરે છે, અમૃતસરમાં ‘મેગા રોડ શો’નો જુઓ Video

https://youtu.be/gn-gnM4-Los

Face Of Nation 13-03-2022 : પંજાબમાં આમઆદમી પાર્ટીની ઐતિહાસિક જીત પર ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પ્રદેશના ભાવિ CM ભગવંત માને અમૃતસરમાં રોડ શો કર્યો. આ દરમિયાન શહેરના કચહરી ચોકથી નોવલ્ટી ચોક સુધી બંને નેતાઓ ગાડીમાં બેસીને નીકળ્યાં. જ્યારે ચૂંટાયેલા અન્ય ધારાસભ્યો તેમજ સીનિયર નેતાઓને તેમની પાછળ ટ્રકમાં જગ્યા આપવામાં આવી. રોડ શોમાં ભગવંત માન કેજરીવાલના બોડીગાર્ડ બની રહ્યાં અને તેમના પડછાયાંની જેમ જ ઊભા રહ્યાં.
રંગ દે બસંતી… ગીત પર ઝુમ્યાં વર્કર
આખા રોડ શોમાં શહીદ ભગત સિંહને સમર્પિત ગીત મેરા રંગ દે…. વાગતું રહ્યું. જેને આપના કાર્યકર્તાઓમાં જોશ ભરી દીધું. કોઈ ઝંડો લઈને ચૂમતો રહ્યો તો કોઈ મદમસ્ત થઈને નાચતો રહ્યો. પોતાના પ્રિય નેતાઓને જોઈને વર્કર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો.
માને કહ્યું- શાસન તે કરે છે જેઓ લોકોના દિલમાં રાજ કરે છે
નોવલ્ટી ચોક પર ભગવંત માન અને કેજરીવાલે રોડ શો પૂર્ણ કરતા સંયુક્ત રીતે સંબોધન કર્યું. તેમને 92 સીટ પર જીત અપાવવા માટે પંજાબના લોકોનો આભાર માન્યો. તો માને કહ્યું કે આમઆદમી પંજાબનો વિકાસ કરશે. માને કહ્યું કે તેમને પંજાબમાં પૂરો વિશ્વાસ હતો કે તેમની સરકાર બનશે. તેમને ફરી એક વખત CM ઓફિસમાં બાબા સાહેબ અને ભગત સિંહની તસવીર લગાડવાની વાત કરી. લોકોનો આભાર માનતા કહ્યું કે હુકૂમત તેઓ કરે છે જે લોકોના દિલમાં રાજ કરે છે.
પંજાબના ત્રણ કરોડ લોકોનો આભાર માન્યો – કેજરીવાલ
રોડ શોની સમાપ્તિ સમયે સંબોધન કરતાં કેજરીવાલે જીત માટે પંજાબના ત્રણ કરોડ લોકોનો આભાર માન્યો. તેમને કહ્યું કે સમગ્ર વિશ્વને વિશ્વાસ નથી થઈ રહ્યો. દુનિયા માને છે કે પંજાબી હંમેશા જ ઈંકલાબ કરે છે, પણ આટલો મોટો ઈંકલાબ. કોઈને પણ વિશ્વાસ નથી થતો કે તમામ દિગ્ગજો હારી ગયા. સુખબીર હારી ગયા, પ્રકાશસિંહ બાદલ હારી ગયા, કેપ્ટન હારી ગયા, સિદ્ધુ હારી ગયા. કેજરીવાલે કહ્યું, પંજાબમાં વર્ષો પછી ભગવંત માન તરીકે એક ઈમાનદાર મુખ્યમંત્રી મળી રહ્યાં છે. અમારી પાર્ટીનો કોઈ ધારાસભ્ય જો ક્યારેય ગડબડ કરશે તો તેમને છોડીશું નહીં. તેમને કહ્યું કે એક-એક ગેરંટી પૂરી થશે, બસ કેટલીક વસ્તુમાં ટાઈમ લાગી શકે છે. 16 માર્ચે ભગવંત માન CM નહીં પરંતુ પંજાબનો એક એક બાળક મુખ્યમંત્રી બનશે. તેમને પંજાબના તમામ લોકોને ખટકડકલાંમાં આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું. નોવલ્ટી ચોક પર જ આમઆદમી પાર્ટીનું વિજય સરઘસ પૂર્ણ થયું.
16 માર્ચે તમામ બસંતી પાઘડી પહેરીને પહોંચશે
ભગવંત માનના શપથ સમારંભમાં દરેક પંજાબના લોકોને આમંત્રણ અપાયું છે. ત્યાં તમામ પંજાબી પહોંચે અને બસંતી રંગની પાઘડી પહેરીને પહોંચે. ભગત સિંહના વિચારને સલામ કરવાના છે અને તેમના વિચારોને ઘરે ઘરે પહોંચાડવાના સોગંદ ખાવાના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).