Face Of Nation 19-05-2022 : સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રીઓના લગેજમાં આબ-એ-જમજમ લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે આ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે નોટિફિકેશનમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ પવિત્ર જળ પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એરલાઈન કંપનીઓને આબ-એ-જમજમ પર પ્રતિબંધના નિર્ણયનું કડકાઈથી પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જો તેમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ દરેક હજયાત્રીને 10 લિટર અબ-એ-જમજમ માટે છૂટ હતી. બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને 5 લિટર કરી દીધો હતી. હવે તેના લાવવા પર પ્રતિબંધ મૂકાયો છે.
સામાનમાં કોઈપણ પ્રવાહી લઈ જઈ શકાશે નહીં.
સાઉદી જનરલ એવિએશન ઓથોરિટી (SGAA) એ આ અંગે સત્તાવાર નોટિફિકેશન ઈશ્યુ કર્યું છે. તેમા જણાવવામાં આવ્યું છે જણાવે છે કે શ્રદ્ધાળુઓ અને મુસાફરો એરપોર્ટથી પ્રસ્થાન સમયે આ પવિત્ર જળને તેમના ચેક-ઇન સામાનમાં લઈ જઈ શકશે નહીં. આ ઓર્ડર પર આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટેના કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ નિયમનું પાલન તમામ કોમર્શિયલ અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ કરવાનું રહેશે. સામાનમાં કોઈપણ પ્રવાહી (આબ-એ-જમજમ સહિત) લઈ જઈ શકાશે નહીં.
તમામ એરપોર્ટ પર સ્ટાફ કડક રીતે તપાસ કરશે
જેદ્દા અને સાઉદી અરેબિયાના અન્ય તમામ એરપોર્ટ પર સ્ટાફ કડક રીતે તપાસ કરશે કે કોઈ યાત્રીના સામાનમાં આ પવિત્ર પાણીની બોટલ તો નથીને. આ સંબંધમાં એરલાઇન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOPs) પણ ઈશ્યુ કરવામાં આવેલ છે. સાઉદી સરકારના જૂના નિયમો પ્રમાણે દરેક મુસાફરને 10 લીટર જમજમ લઈ જવાની છૂટ હતી. ત્યારબાદ તે ઘટાડી 5 લિટર કરવામાં આવેલ. હવે સરકારે તેના પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
એક પવિત્ર ભેટ પણ માનવામાં આવે છે
મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ 66 ફૂટના અંતરે એક કૂવો છે. તેને જમજમ કહેવામાં આવે છે. અરબીમાં એબનો અર્થ પાણી થાય છે. આ કૂવામાંથી જે પાણી નીકળે છે તેને આબ-એ-જમજમ કહે છે. મુસ્લિમો તેને સૌથી પવિત્ર પાણી માને છે. કહેવાય છે કે આ કૂવો લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. ઉમરાહ અને હજ કરવા જતા યાત્રીઓ આ પાણી સાથે લઈ જાય છે. ઘરે પરત ફર્યા પછી લોકો તેને તેમના સંબંધીઓમાં વહેંચે છે. તેને એક પવિત્ર ભેટ પણ માનવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).