Face Of Nation 31-03-2022 : અમદાવાદના ઓઢવ હત્યાકાંડમાં આરોપીએ પત્ની, દીકરા-દીકરી સહિત 4 લોકોની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પતિએ આડાસંબંધના કારણે પત્ની સહિત 4 લોકોની હત્યાને અંજામ આપાયો છે. આરોપી વિનોદ મરાઠીએ ક્રાઈમબ્રાંચની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આરોપીએ જણાવ્યું કે તેની પત્નીના બે વર્ષથી આડા સંબંધ હતા.અને તેનો દીકરો પત્નીને અન્ય કોઈ સાથે જોઈ જતાં તેને પિતાને જાણ કરી હતી.ત્યારબાદ 26 માર્ચે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આરોપી સાંજે ઘરે આવ્યો હતો અને દીકરાને શિખંડ લેવા અને દીકરીને તમાકુ લેવા માટે દુકાને મોકલ્યા હતા.
સરપ્રાઈઝનું કહીને આંખે પાટો બાંધીને મારી નાખી
પત્નીને સરપ્રાઈઝ આપું છું તેમ કહી આંખે પાટો બાંધીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બીજી તરફ દીકરો અને દીકરી ઘરે આવતા પિતાને જોઈ ગયા. જેથી પિતાએ બન્નેની હત્યા કરી હતી. આ ઉપરાંત આરોપીની વડ સાસુ જે તેની પત્નીને ચઢાવતી હતી. જે મામલે તેની પણ હત્યા કરી હતી અને સાસુની હત્યા કરવા છરી મારી હતી.
પત્નીના પ્રેમીની હત્યાનું પણ ષડયંત્ર રચ્યું હતું
પોલીસ તેને શોધતી હોવાથી તે ઈન્દોર ફરાર થઈ ગયો હતો. જોકે ત્યાંથી તે પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસના સકંજામાં આવી ગયો. પોલીસે જણાવ્યું કે આરોપીએ નશાની હાલતમાં હત્યાને અંજામ આપ્યો નથી. આરોપીએ પ્રિપ્લાન બનાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો. દીકરા-દીકરીની હત્યા તેના જેલમાં જવા પછી કોણ સાચવશે તેમ વિચારીને કરી હતી.
આરોપીને લોકેશનના આધારે ઈન્દોરથી ઝડપ્યો
ક્રાઈમ બ્રાન્ચના ડી.પી.ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આરોપી વિનોદ મરાઠીને લોકેશનના આધારે પોલીસ મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપવા માટે જુદી-જુદી ગાડીઓને સર્ચ કરતાં એસટી બસમાંથી મળી આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).