Face Of Nation, 03-09-2021: શહેરમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર અને મોટર સાયકલ વ્યવસ્થા સજજુ દ્વારા કરવામાં આવી હતી. જેના થકી આસારામના સાધકોએ લાંબો સમય સુધી આરાજકતા ફેલાવી હતી. એક સાધક પર ફાયરિંગ પણ કર્યું હતું.
પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરંતુ ફરાર થઈને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે, નાસિકના આશ્રમમાં રોકાયો છે. જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો. આ ગુનામા આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.
ધટનાની વાત કરીયે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો. મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં. આ મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે. સાથે જ ફાયરીંગ કર્યું હતુ.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારાના અલગ અલગ આશ્રમ નાસિક, ધુલિયા, ભોપાલ, માલેગાવ અને સુરત રહી આશ્રમ સંચાલન કરતો હતો. જો કે છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતી. તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાત જતો હોવાનું સામે આવ્યુ છે. પણ છેલ્લાં બે વર્ષ મળ્યા નથી. ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પઁકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)