Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના એક્ટિવ કેસો અને રિકવરી કેસો જાણો...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના એક્ટિવ કેસો અને રિકવરી કેસો જાણો અહીં ક્લિક કરી

Face Of Nation 25-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચોથા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 48માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 151માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા છે અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10264 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 539 દિવસની નીચલી સપાટી 1,09,940 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5379 કેસ નોંધાયા છે અને 308 સંક્રમિતોના મોત થયા છે.

બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,57,97,674 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,50,538 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 26 હજાર 815
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 67 હજાર 962
એક્ટિવ કેસઃ 1 લાખ 9 હજાર 940
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 980(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)