Face Of Nation 28-05-2022 : IPL 2022 ક્લોઝિંગ સેરેમની આવતીકાલે રવિવારે ફાઇનલ મેચ પહેલા યોજાશે. જેમાં અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાન સિવાય ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ અને ICC અધિકારીઓ તેમાં ભાગ લેશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટની સંપૂર્ણ અત્યારસુધીની સફર સહિત સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી
આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરાશે. આ દરમિયાન એક વિશેષ શોની દેશની સ્વતંત્રતાની ઉજવણી અંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયરને સાઉન્ડ સિસ્ટમ સાથે ખાસ લાઈટિંગની સુવિધાની વ્યવસ્થા કરાઈ છે. આ સેરેમની દરમિયાન મોદી સ્ટેડિયમમાં ફાયર ક્રેકર્સની આતીશબાજી પણ થશે. વળી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારસુધી ફાઈનલની 1 લાખ 30 હજાર ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. જેથી 100 ટકા ફેન્સની કેપેસિટી સાથે આ રંગારંગ કાર્યક્રમનું આયોજન થશે. તો બીજી બાજુ ક્વોલિફાયર-2ની વાત કરીએ તો એમાં લગભગ 85 હજાર દર્શકો મેચ જોવા પહોંચ્યા હોવાની માહિતી મળી છે.
આમિરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર લોન્ચ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્લોઝિંગ સેરેમની દરમિયાન ભારતીય ક્રિકેટની સફર પણ દર્શાવવામાં આવશે. જેમાં ઈન્ડિયન ક્રિકેટની અત્યારસુધીની સફર કેવી રહી અને ટીમે જે જે ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે એના પર પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારપછી આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. તેવામાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ટેલિવિઝન પર કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમીર ખાન સ્ટેડિયમમાં હાજરી નહીં આપે તે લાઈવ મેચના શોમાં ભાગ લઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).