Home News મૂસેવાલની હત્યા બાદ “ભાઈજાન”ની સુરક્ષા વધી, મુંબઈ પોલીસ “અલર્ટ મોડમાં”, લોરેન્સ બિશ્નોઈએ...

મૂસેવાલની હત્યા બાદ “ભાઈજાન”ની સુરક્ષા વધી, મુંબઈ પોલીસ “અલર્ટ મોડમાં”, લોરેન્સ બિશ્નોઈએ સલમાનને જાનથી મારવાની આપી હતી ધમકી!

Face Of Nation 01-06-2022 : હાલમાં જ 28 વર્ષીય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાની હત્યા બાદ સિંગર મિકા સિંહની સિક્યોરિટી વધારવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. મૂસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈની ગેંગના ગોલ્ડી બરારે કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. આ ગેંગે વર્ષો પહેલાં સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. આ જ કારણે મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. તો બીજીતરફ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે કહ્યું હતું કે સલમાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પોલીસ એક્ટરના અપાર્ટમેન્ટની આસપાસ હાજર રહેશે અને એ વાત સુનિશ્ચિત કરશે કે રાજસ્થાનની ગેંગ કોઈ હરકત ના કરે.
બિશ્નોઈએ સલમાનની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું
કાળિયાર કેસમાં નામ આવ્યા બાદ બિશ્નોઈએ સલમાન ખાનની મારવાનો પ્લાન બનાવ્યો હતો. બિશ્નોઈ સમાજ કાળિયારને પવિત્ર માને છે. કાળિયારના શિકાર બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો બીજીતરફ 2008માં લોરેન્સે કહ્યું હતું કે તે જોધપુરમાં સલમાન ખાનને મારી નાખશે. બિશ્નોઈએ એમ પણ કહ્યું હતું કે અત્યારે તેણે કંઈ જ કર્યું નથી, પરંતુ જ્યારે સલમાન ખાનને મારશે ત્યારે બધાને ખબર પડશે. હાલમાં કારણ વગર તેનું નામ લેવામાં આવી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).