Home Uncategorized Exclusive : એન્જેલિના જોલીએ યુક્રેનના લ્વીવની ઓચિંતી લીધી મુલાકાત, લોકો આશ્ચર્યમાં મૂકાયાં,...

Exclusive : એન્જેલિના જોલીએ યુક્રેનના લ્વીવની ઓચિંતી લીધી મુલાકાત, લોકો આશ્ચર્યમાં મૂકાયાં, એક્ટ્રેસે કહ્યું, ‘હું સલામત છું’! જુઓ Video

https://youtu.be/pxuTtfS3fbs

Face Of Nation 01-05-2022 : યુક્રેન તથા રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં ચારેબાજુ તબાહીનો માહોલ છે. આ દરમિયાન 46 વર્ષીય હોલિવૂડ સ્ટાર એન્જેલિના જોલીએ યુક્રેનની મુલાકાત લઈને તમામને નવાઈમાં મૂકી દીધા છે. આ મુલાકાત દરમિયાન અચાનક હવાઈ હુમલો થવાનો સંકેત આપતી સાઇરન વાગી હતી. જોલીની સલામતી માટે ટીમ તેને બંકરમાં લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જોલી પહેલાં હોલિવૂડ એક્ટર શૉન પેન પણ યુક્રેનની મુલાકાતે આવ્યો હતો.
એન્જેલિના જોલીએ કહ્યું, ‘હું સલામત છું’
એન્જેલિના જોલી યુક્રેનના પશ્ચિમે આવેલા લ્વીવ શહેરની મુલાકાતે ગઈ હતી. અહીંયા અચાનક જ હવાઈ હુમલો થશે તેવી સાઇરન વાગી હતી. આ દરમિયાન જોલીને સલામત રીતે બંકરમાં લઈ જવામાં આવી હતી. એક્ટ્રેસે કેમેરા સામે જોઈને હાથ ઊંચો કરીને ‘હું ઠીક છું’ તેમ કહ્યું હતું. જોલી યુનાઇટેડ નેશન રેફ્યુજી એજન્સીમાં વર્ષોથી કામ કરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી રશિયન આર્મી લ્વીવ શહેરમાં હુમલાઓ કરી રહ્યું છે. મિસાઇલ અટેકમાં સાત લોકોના મોત થયા હતા.
જોલી લ્વીવ શહેરના કેફેમાં પણ જોવા મળી
જોલીએ લ્વીવ શહેરના એક કેફેની મુલાકાત લીધી હતી. અહીંયા કેટલાંક બાળકોને તે મળી હતી. આ ઉપરાંત જોલીએ રેફ્યુજી કેમ્પની મુલાકાત લીધી હતી. જોલી યુક્રેનના મેડિકલ વોલેન્ટિયર્સને પણ મળી હતી. આ ઉપરાંત જોલીએ ડોનેટ્સ્ક ઓબ્લાસ્ટના શહેર પોક્રોવસ્કની મુલાકાત લીધી હતી. અહીંયા તે બાળકો તથા સ્વયંસેવકોને મળી હતી. જોલીએ અનાથ બાળકો તથા ઈજાગ્રસ્તોને સાંત્વના આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).