Home World રશિયન હુમલામાં યુક્રેનની એક્ટ્રેસનું મોત; જો બાઈડેને કહ્યું સાવ જુઠ્ઠો અને હત્યારો...

રશિયન હુમલામાં યુક્રેનની એક્ટ્રેસનું મોત; જો બાઈડેને કહ્યું સાવ જુઠ્ઠો અને હત્યારો છે રાષ્ટ્રપતિ પુતિન

Face Of Nation 18-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 23મો દિવસ છે. રશિયન સેના તરફથી કીવમાં કરાયેલા રોકેટ એટેકમાં યુક્રેનમાં વિતેલા જમાનાની મશહૂર એક્ટ્રેસ ઓકસાના શ્વેટ્સનું મોત થયું હતું. બીજીતરફ, ચેર્નેહીવમાં પુતિનની સેનાના ગોળીબારમાં એક અમેરિકી અને અનેક યુક્રેનીયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટી બ્લિંકેને પણ પોતાના નાગરિકના મોતની ઘટનાને સમર્થન આપ્યું છે. માર્યા ગયેલા નાગરિકની ઓળખ 68 વર્ષીય જેમ્સ વ્હીટની હિલ તરીકે થઈ છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પ્યોર ઠગ અને હત્યારા સરમુખત્યાર કહ્યા છે. બાઈડેને એ વાત કેપિટલ હિલમાં સેન્ટ પેટ્રિક ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કહી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).