Home Gujarat CNGના ભાવમાં 2 રૂ.નો વધારો; 1 વર્ષ પહેલા પેટ્રોલ જે ભાવે મળતું...

CNGના ભાવમાં 2 રૂ.નો વધારો; 1 વર્ષ પહેલા પેટ્રોલ જે ભાવે મળતું હતું તે ભાવે અત્યારે CNG મળી રહ્યો છે’!

Face Of Nation 07-04-2022 : ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક કમરતોડ ઝટકો લાગ્યો છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ હવે CNGના ભાવમાં અદાણી તોતિંગ વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ અદાણી CNGનો ભાવ 81.59 રૂપિયા થઈ ગયો છે. અદાણી સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો. જે વધીને 81.59 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારો સામાન્ય જનતા અને રિક્ષાચાલકોને પોસાય તેમ નથી. સીએનજીના અસહ્ય ભાવ વધારાને પગલે રિક્ષાચાલકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. 1 વર્ષ પહેલા જે ભાવે પેટ્રોલ મળતું હતું તે ભાવે અત્યારે CNG મળી રહ્યો છે. જેથી હવે લોકો માટે વાહન ચલાવવું વધારે મોંઘું બન્યું છે. પહેલી એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે માત્ર એક અઠવાડિયામાં જ 2 રૂપિયાનો ફરી ભાવ વધારો કરાયો છે. બે દિવસ પહેલાં ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક સાથે રૂ. 6.45 નો ભાવ વધારો ઝીંક્યો હતો, જેથી નવો ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. ગુજરાત ગેસના CNGનો જૂનો ભાવ 70.53 હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).