Home Uncategorized ડ્રગ્સ કેસ : “શું અદાણી પોર્ટ કાયદાથી પર છે?” : અધિકારીઓની કામગીરીથી...

ડ્રગ્સ કેસ : “શું અદાણી પોર્ટ કાયદાથી પર છે?” : અધિકારીઓની કામગીરીથી કોર્ટે કર્યો સવાલ

Face Of Nation, 02-10-2021 : મુંદ્રા પોર્ટથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ભુજની એનડીપીએસ કોર્ટે ફરી એક વાર શખસ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘શું અદાણી પોર્ટ કાયદાથી પણ પર છે?’. અગાઉ કોર્ટે આ ડ્રગ્સ સ્મગલિંગ મામલામાં પોર્ટને કોઈ લાભ મળે એમ છે કે નહિ? એ તપાસવા ડીઆરઆઈને કહ્યું હતું. જે અંગે ફરી આયાતકારી દંપતીના રિમાન્ડ મગાતાં કોર્ટે પોર્ટ પાસેથી માહિતી મળી? તેમ પૂછ્યું હતું. એજન્સીએ પોર્ટનું નિવેદન લેવાયું હોવાનું અને તેઓ લીગલ ઓપિનિયન લેતા હોવાનું જણાવ્યું છે. એ અંગે વિશેષ કોર્ટે શખત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે શું લીગલ ઓપિનિયન?, શું એવા કાયદાથી પર છે? કોઇ કાયદાથી પર નથી. આ દેશની સુરક્ષાને સાંકળતી ગંભીર બાબત છે.’
અખબારોએ ટાંકેલા અહેવાલ અનુસાર કોર્ટે અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીઓને કઈ રીતે ઝડપશો અને શું અફઘાનિસ્તાનનો ભારતીય દુતાવાસ થકી સંપર્ક કરાયો છે? તે અંગે પણ પૃચ્છા કરી હતી. નોંધવું રહ્યું કે અગાઉ કોર્ટે આ પ્રકારનો ડ્રગ્સનો કન્સાઇમેન્ટ આયાતકારના નજીકના પોર્ટ મુકીને આટલે દૂર મુંદ્રામાં કેમ આવ્યા? શું તેમાં પોર્ટને કાંઈ લાભ મળી શકે તેમ છે? તેની તપાસ કરવા ડીઆરઆઈને કહ્યું હતું.
શુક્રવારે ડ્રગ્સ સ્મગલિંગના ઈમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલીના દસ દિવસ બાદ અપાયેલા વધુ એક દિવસના રિમાન્ડ પણ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલ મોકલી દેવાયા હતા. તો ગુરુવારે ભુજ સ્થિત એનડીપીએસની વિશેષ કોર્ટમાં હેરોઈન ડ્રગ્સ મળી તે કન્ટેનરને આયાત કરનાર દંપતીના અપાયેલાં રિમાન્ડ પુરા થતા ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરતા સમયે ડીઆરઆઈએ વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટ એક દિવસના વધુ રિમાન્ડ આપતા સમયે પોર્ટની ભુમિકા અંગે નારાજગી દર્શાવતી ટીપ્પણી કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

આ 7 રાજ્યોમાં શાહીન વાવાઝોડું મચાવશે ભારે તબાહી, 3 દિવસનું એલર્ટ..

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું