Face Of Nation, 22-09-2021 : તાજેતરમાં ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા કરોડોની કિંમતના ડ્રગ્સે નેશનલ સિક્યોરિટી મામલે અનેક સવાલો ઉભા કરી દીધા છે. આ ડ્રગ્સ કાંડે ડીઆરઆઈ અને એનસીબી સહિતની જવાબદાર સરકારી તપાસ એજન્સીઓની કામગીરીની પોલ ખોલી દીધી છે. જો કે આશ્વર્યજનક બાબત એ છે કે, જ્યાંથી આ ડ્રગ્સ પકડાયું છે તે મુદ્રા પોર્ટ અદાણીની દેખરેખ હેઠળ કાર્યરત છે અને સરકારી જમાઈ બની બેઠેલા અદાણીએ સમગ્ર મામલે સરકારના માથે ખો કરી છે તો બીજી બાજુ અદાણીને બચાવવા માટે સરકારની ચુપકીદી અનેક સવાલો ઉભા કરી રહી છે.આ હેરોઈન ટેલકમ પાઉડર રૂપે ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પકડાયેલા આ હેરોઈનનો કંન્સાઈમેન્ટ અત્યાર સુધીમાં સૌથી મોટો કંસાઈન્મેન્ટ મનાઈ રહ્યો છે. આ પહેલા જુલાઈમાં પણ દિલ્હીમાંથી હજારો કરોડો રૂપિયાનું હેરોઈન મળી આવ્યું હતું જે બાદ પોલીસ વિભાગે કાર્યવાહી કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાંથી ત્રણ આરોપીઓ હરિયાણા હોવાનું સામે આવ્યું હતું .
જથ્થાબંધ દારૂ પકડાય કે મોટા ઘરનો કોઈ ક્રાઇમ કેસ થાય તો ડીજીપી થી લઈને ગૃહમંત્રી મીડિયાને તટસ્થ તપાસ કે અન્ય કોઈ માહિતી અંગેનું નિવેદન આપે છે પરંતુ નેશનલ સિક્યોરિટી સાથે સંકળાયેલા મુદ્દા અંગે આજદિન સુધી સરકારના કોઈ મંત્રી કે જવાબદાર અધિકારીએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન જાહેર કર્યું નથી. અદાણીને બચાવવા રીતસર સરકાર પ્રયાસો કરીને આ સમગ્ર મામલે ઠંડુ પાણી રેડી દેવાની ફિરાકમાં હોય તેમ જાણે કે કાઈ થયું જ નથી તેમ ચુપકીદી સેવી રહી છે તો બીજી બાજુ અદાણી આ સમગ્ર મામલો ડીઆરઆઈ અને એનસીબીની જવાબદારી હેઠળ આવે છે તેમ કહીને હાથ અઘ્ધર કરીને સમગ્ર કેસમાંથી બહાર હટી ગયું છે.
કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈન ડ્રગ્સ કેસમાં બીજુ કંન્ટેનર ખોલતા હેરોઈનનો જથ્થો વધીને 2988.22 કિલોની પાર થઈ ગયો હતો. જો કે કિલોગ્રામ અંગેના બહાર આવતા આંકડાઓની ફેસ ઓફ નેશન કોઈ પણ પ્રકારે પૃષ્ટિ કરતું નથી. કેમ કે, આ આંકડા સાચા હોય તેની કોઈ ગેંરટી છે જ નહીં કારણ કે, બે કન્ટેનર ભરીને ડ્રગ્સ ઝડપાયું હોય ત્યારે તેની માત્રા કેટલી હોય તે સૌ કોઈને સમજ પડે તેમ છે. મુન્દ્રા અદાણી બંદરેથી આયાત કરવામાં આવેલા બે કંન્ટેનર અટકાવી ગાંઘીધામ ડીઆરઆઈએ તપાસ કરતા કુલ 2988.22 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. જો કે આ અગાઉ કેટલાય કન્ટેનરો બારોબાર રવાના થઇ ગયા હશે તે એક મોટો પ્રશ્ન છે.
મુન્દ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈનની આંતરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 9 હજાર કરોડ હોવાનું અનુમાન છે પણ તે માત્ર અનુમાન પૂરતી સીમિત છે. હજુ સુધી તપાસ એજન્સીઓ ચોક્કસ આંકડો નક્કી કરી શકી નથી. આ જથ્થો વિજયવાળાથી દિલ્હી લઈ જવામાં આવતો હતો તેવી ડીઆરઆઈ તપાસમાં સામે આવ્યું છે. આ હેરોઈનનો જથ્થો ઈરાનના અબ્બાસ પોર્ટ પરથી લોડ કરવામાં આવ્યો હતો. જપ્ત થયેલ હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ કાંડમાં ગાંધીધામ ડીઆરઆઈ, માંડવી ઉપરાંત અમદાવાદ, ચૈનઈ, અને દિલ્હી સુધી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી આ મામલે ગુજરાત સરકારના કોઈ જવાબદાર મંત્રીનું નિવેદન સામે આવ્યું નથી તે ખુબ જ આશ્વર્યજનક બાબત છે.
છેલ્લા બે વર્ષથી સિરક્રીક વિસ્તારમાંથી નશીલા પદાર્થોના પેકેટ્સ મળ્યા છે BSFનાં જવાનો એ હસ્તગત કરેલા આ નશીલા પદાથીના પેકેટ્સ પાકિસ્તાનથી આવતા હોવાની પુષ્ટિ પણ કરી છે. કેટલાક પાકિસ્તાની માછીમારો દરિયામાં માછીમારીની આડમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ માર્ગેથી નશાની જાળ બિછાવી રહ્યા છે. 2018-2019 દરમિયાન આંતર રાષ્ટ્રીય બજારમાં કરોડોની કિમતના કહેવાતા ચરસના પેકેટ્સ હાથ લાગ્યા હતા. હવે મુન્દ્રા બંદર પરથી સંદિગ્ધ કહેવાતા કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)