Face Of Nation 30-05-2022 : અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં ઘટાડા વચ્ચે કોલેજ ડિગ્રીની ઉપયોગિતા સામે સવાલ ઉઠવા લાગ્યા છે. કોરોના વાઈરસથી પ્રભાવિત થયેલું ઉચ્ચ શિક્ષણ હજુ સુધી સ્થિર થઈ શક્યું નથી. નેશનલ સ્ટુડન્ટ ક્લીયરિંગ હાઉસ રિસર્ચ સેન્ટરના તાજેતરના આંકડા જણાવે છે કે, 2022માં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 6 લાખ 61 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. એટલે કે, આ વખતે ગયા વર્ષની તુલનામાં પ્રવેશમાં 4.7 ટકાનો ઘટાડો થયો છે. મહામારી વચ્ચે ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ કોર્સમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ સારો રહ્યો હતો. જોકે, તેમાં પણ ગયા વર્ષથી ઘટાડો નોંધાયો છે. તો બીજીતરફ સેન્ટરના ડિરેક્ટર ડગ શોપિરોનું કહેવું છે કે, ઘટાડાના આંકડા વિદ્યાર્થીઓના વલણમાં પરિવર્તનના સંકેત આપે છે. વિદ્યાર્થીઓ વિચારવા લાગે છે કે, શું કોલેજની ડિગ્રીથી સારા વેતનની નોકરી અને મધ્યમ વર્ગની ટિકિટ મળી જશે. હકીકતમાં મોટી સ્ટુડન્ટ લોન અને અભ્યાસના ખર્ચે ચિંતા વધારી છે. જોકે, ફર્સ્ટ યરમાં એડમિશનની સ્થિતિ અગાઉ કરતાં સુધરી છે.
અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 9.4 ટકાનો ઘટાડો આવ્યો
કોલેજ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ એસોસિએશન અમેરિકન એજ્યુકેશનલ કાઉન્સિલના વાઈસ પ્રેસિડન્ટ ટેરી હર્ટલનું કહેવું છે કે, એડમિશનના આંકડા નિરાશાજનક છે. જોકે, મહામારી દરમિયાન એક સેમેસ્ટરમાં પરિવર્તનથી ગંભીર પરિણામનું અનુમાન લગાવી શકાય નહીં. તેમનું કહેવું છે કે, આમ પણ જાણીતી શિક્ષણ સંસ્થાઓની મુખ્ય કોલેજોમાં એડમિશન માટે વધુ અરજીઓ આવી છે. મહામારી વચ્ચે અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશમાં લગભગ 14 લાખ કે 9.4 ટકાનો ઘટાડો આવ્યો હતો.
ફર્સ્ટ યરમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં 6.5 ટકાનો ઘટાડો
બહારના લોકોના અમેરિકામાં આવવા પર ચાલેલી ઉગ્ર ચર્ચાને કારણે બીજા દેશોમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. શ્વેત લોકોની એલિટ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. બીજી તરફ ઓછી આવકના વિદ્યાર્થીઓના પ્રવેશ આપતી કમ્યુનિટી કોલેજો પર મહામારીની અસર થઈ છે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પૂર્વ વિસ્તારો પર વધુ અસર થઈ છે. નેશનલ ક્લીયરિંગ હાઉસના અનુસાર ફર્સ્ટ યરમાં અશ્વેત વિદ્યાર્થીઓના પ્રવેશમાં 6.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સ્થિતિ સુધરવાની આશા હતી, પરંતુ વર્તમાન સ્થિતિએ વિશેષજ્ઞોને નિરાશ કર્યા છે.
સરકારી કોલેજોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
2011માં સરકારી મદદથી ચાલતી પબ્લિક કોલેજો અને યુનિવર્સિટીઓમાં 6 લાખ ચાર હજાર ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. પબ્લિક સેક્ટરની કમ્યુનિટી કોલેજોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમાં ત્રણ લાખ 51 હજાર ઓછા પ્રવેશ થયા છે. ઘટાડાની ટકાવારી 7.8 છે. અમેરિકામાં સરકારી અને જાહેર મદદથી ચાલતી કમ્યુનિટી કોલેજોમાં 2020થી અત્યાર સુધી 8 લાખ 27 હજાર ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).