Home Uncategorized પહેલા કેસો શોધ્યા, બાદમાં લક્ષણો હોય તેના જ ટેસ્ટ કર્યા અને હવે...

પહેલા કેસો શોધ્યા, બાદમાં લક્ષણો હોય તેના જ ટેસ્ટ કર્યા અને હવે કોરોના સાથે જીવતા શીખી લેવાની સલાહ

ફેસ ઓફ નેશન, 09-05-2020 : આજે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, આપણે હવે કોરોના સાથે જીવતા શીખી લઈએ અને હાર ન માનીએ. અગાઉ આ જ મંત્ર કેન્દ્રીય આરોગ્ય વિભાગે આપ્યો હતો. જે આજે ગુજરાતના આરોગ્ય વિભાગે આપ્યો છે. વધતા જતા કેસોને લઈને ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરનું રાજ્ય બની ગયું છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આમ જણાવતા લોકોને આશ્વર્ય પણ થયું થયું છે.
કોરોનાના કેસોને લઈને પહેલા ગુજરાતમાં ગંભીરતા હતી. નવા નવા કેસો આવતા હતા અને તેની સામે લડવા રણનીતિઓ પણ બનતી હતી. જેને લઈને ટેસ્ટ વધારે થતા હતા અને એમ જણાવવામાં આવતું હતું કે, જલ્દીથી જલ્દી કેસોને શોધીને તેને ફેલાવતા અટકાવી શકાય. બાદમાં કેસો વધવા લાગ્યા એટલે નવી સ્ટ્રેટેજી અપનાવી કે, જે લોકોને કોરોનાના લક્ષણો જણાય તેને જ ટેસ્ટ કરાવવામાં આવશે. આજે બપોરે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી જેમાં સારવાર લેતા દર્દીને રજા આપવા અંગે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. અંતે સાંજે એવો મંત્ર આપવામાં આવ્યો કે, કોરોના સાથે જીવતા શીખી લઈએ. જેમ જેમ સ્થિતિ બગડતી ગઈ તેમ તેમ રણનીતિ બદલાતી ગઈ અને અંતે હવે કોરોના સાથે જીવતા શીખી જવાની શીખ મળી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના કેસનો રીતસર વિસ્ફોટ થયો છે ત્યારે દિલ્હીથી આવેલા AIIMSના ડાયરેક્ટર ડો. રણજીત ગુલેરિયા અને તેમની ટીમે કેટલાક અગત્યના સૂચનો આપ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે તેમણે આ સૂચનો આપ્યા હતા. જેમાં વહેલીતકે ટેસ્ટિંગ પર સૌથી વધુ ભાર મુકવા બાબતે જણાવવામાં આવ્યું છે. ગુજરાતની કોવિડ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોમાં દર્દીની સારવાર સારી થઈ રહ્યાનો પણ તેમણે અભિપ્રાય આપ્યો છે. અલબત્ત, ગુજરાતમાં અને ખાસકરીને અમદાવાદમાં હાલ જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેમાં અને ડૉ. ગુલેરિયાના નિરીક્ષણો અને સૂચનોમાં આસમાન જમીનનો ફરક દેખાઈ રહ્યો છે.(સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video

દિલ્હીથી આવેલા બે ડોક્ટરોની ટીમે અમદાવાદ સિવિલમાં કરી બેઠક, કોરોના મામલે થઇ ચર્ચા, જુઓ Video

કોરોના : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ, સરખેજમાં 5ના મૃત્યુ

કોરોના : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ, સરખેજમાં 5ના મૃત્યુ