Face Of Nation, 15-08-2021: અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના શંકજામાં છે. રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ. અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું હતું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તે નાગરિકોની સલામતીની બાંયધરી આપે છે.
તાલિબાને કાબુલની બહરામ જેલ પછી પુલ-એ-ચરખી જેલને પણ તોડી દીધું છે અને આશરે 5 હજાર કેદીઓને છોડાવી દીધા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. અહી મોટેભાગે તાલિબાનના લડાકુઓ બંધ હતા
તાલિબાને કાબુલના ચાર બહારના જિલ્લાઓમાં કબજો કરી લીધો છે. સારોબી, બગરામ, પગમાન અને કારબાગ. જોકે તાલિબાને પોતાના લડાકુઓને કાબુલની બહારના ગેટ પર રોકાવા માટે કહ્યુ હતું. કાબુલના નાગરીકો જણાવી રહ્યા છે કે કાબુલમાં લોકો પોતાના ઘરો પર તાલિબાનના સફેદ ધ્વજ લગાવી રહ્યા છે.
તાલિબાન હવે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યાં બગરામ એરપોર્ટ સહિત કેટલાક વિસ્તારો પણ કબજે કરવામાં આવ્યા છે. તાલિબાનનો દાવો છે કે સમગ્ર અફઘાનિસ્તાન હાલમાં ઇસ્લામિક અમીરાતના નિયંત્રણમાં છે. કાબુલમાં એક રાજકીય કાર્યકર્તા જે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે તેનું કહેવું છે કે તાલિબાન સુરક્ષા ચોકીઓ પર કબજો કરી રહ્યું છે.
તાલિબાનનું કહેવું છે કે કાબુલમાં લડાઈ નથી થઈ રહી, પરંતું શાંતિપૂર્ણ રીતે સત્તા મેળવવા માટે વાત-ચીત ચાલી રહી છે. સાથે જ કહ્યું કે કાબુલ એક મોટી રાજધાની અને શહેરી વિસ્તાર છે. તાલિબાન અહી શાંતિથી દાખલ થવા ઈચ્છે છે. તેઓ કાબુલમાં દરેક લોકોને જાન-માલની સુરક્ષાની ગેરંટી લઈ રહ્યા છે. તેમનો ઈરાદો કોઈ સાથે બદલો લેવાનો નથી અને તેમણે દરેકને માફ કરી દીધા છે. ત્યાંજ અફઘાનિસ્તાનના સરકારી મીડિયાનું કહેવું છે કે કાબુલના કેટલાક વિસ્તારોમાં ગોળીબારનો અવાજ સાંભળવા મળ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)