Home Uncategorized જે ફાઇટર પ્લેન મૂકીને અમેરિકાની સેના જતી રહી તેની પર હવે તાલિબાની...

જે ફાઇટર પ્લેન મૂકીને અમેરિકાની સેના જતી રહી તેની પર હવે તાલિબાની હીંચકા ખાઈ રહ્યા છે

Face Of Nation, 10-09-2021: અમેરિકાની સેનાની વાપસી બાદ તાલિબાને બંદૂકના જોરે અફઘાનિસ્તાન  પર કબજો કરી દીધો છે. હવે સરકાર પણ રચવામાં આવી છે. અમેરિકાની સેના પરત ફરતી વખતે અનેક હથિયાર અને સૈન્ય વિમાનોને ડિસેબલ કરીને છોડી ગઈ છે. જેનો ઉપયોગ હવે તાલિબાની પોતાના મનોરંજન માટે કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યો છે. વીડિયોમાં તાલિબાની ફાઇટર્સ અમેરિકન ફાઇટર જેટની  વિંગ પર દોરડું બાંધીને હીંચકા ખાઈ રહ્યા છે.

આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર જે બાધવાને શૅર કર્યો છે. ડિસેબલ હોવાના કારણે આ વિમાન ઉડી શકે તેવી સ્થિતિમાં નથી. એવામાં તાલિબાની ફાઇટર્સ તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તાલિબાની આતંકી ગ્રાઉન્ડમાં ઊભેલા ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકે ઝૂલવાનો આનંદ માણી રહ્યા છે. વીડિયોમાં અનેક તાલિબાની જોવા મળી રહ્યા છે, જેમાં એક ઝૂલો પર બેઠેલો જોવા મળી રહ્યો છે તો તેને બીજા લોકો ઝૂલાને ધક્કા મારી રહ્યા છે.

આ વીડિયોને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૅર કરીને નિરાશા વ્યક્ત કરવામાં આવી છે કે 20 વર્ષમાં બદલાયેલા અફઘાનિસ્તાનની કમાન હવે કેવા લોકોના હાથમાં આવી ગઈ છે.

બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિઝિયાન ઝાઓએ વીડિયો શૅર કરતાં અમેરિકાની મજાક ઉડાવી છે. ઝાઓએ લખ્યું, ‘સામ્રાજ્યોના કબ્રસ્તાન અને તેમના જંગી મશીનો… તાલિબાને તેમના પ્લેન્સને ઝૂલા અનેક રમકડાઓમાં ફેરવી દીધા છે.

આ પહેલા પણ તાલિબાની આતંકવાદીઓના આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ ક્યારેક નાચતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક બાળકોના અમ્યૂઝમેન્ટ પાર્કમાં હીંચકે ઝૂલતા જોવા મળી રહ્યા છે. એક અલગ વીડિયોમાં તેઓ પાર્કમાં ઘોડાઓની સવારી કરતાં પણ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ, કાબુલ પર કબજા બાદ તાલિબાની નેતા રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયેલા છે. એક વીડિયોમાં તેઓ ત્યાં ખુશી મનાવતા અને આરામ કરતા જોવા મળ્યા હતા. કેટલાક તાલિબાની રાષ્ટ્રપતિ ભવનના જિમમાં પહોંચી ગયા અને વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)