Face Of Nation:જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યમાં મૂકવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. મોબાઇલ ઇન્ટરનેટ, સ્કૂલ અને અન્ય પ્રતિબંધો પર હવે મુક્તિ આપવામાં આવી રહી છે. લગભગ 14 દિવસ બાદ આજે શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરૂઆત થશે. થોડા દિવસોથી ઘરમાં કેદ બાળકો ફરી એકવાર સ્કૂલોની રોનક વધારતાં જોવા મળશે. જોકે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને હજુ શરૂ કરવાનો આદેશ નથી આપ્યો. બીજી તરફ, કોઈ પણ અવ્યવસ્થાનો સામનો કરવા માટે સુરક્ષા દળોને 24 કલાક મોરચા પર તહેનાત કરવામા આવ્યા છે.