Home News રાજકોટમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ કરી પધરામણી,મેળાના ગ્રાઉન્ડમાં ભરાયા પાણી

રાજકોટમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ કરી પધરામણી,મેળાના ગ્રાઉન્ડમાં ભરાયા પાણી

Face Of Nation:રાજકોટ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે અચાનક મેઘરાજા વરસી પડ્યાં હતાં. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જો કે 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ બફારાથી લોકોને રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.21 ઓગસ્ટે રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારને લઇને લોકમેળાને ખુલ્લો મુકવામાં આવનાર છે ત્યારે ધોધમાર વરસાદ પડતા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મલ્હાર શરૂ થાય તે પહેલા જ પાણી ભરાયા છે. મેળાના અનેક સ્ટોલમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ આવે તો મેળામાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.