Face Of Nation, 09-10-2021: કેનેડાના ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં એક રહસ્યમય બીમારી(mysterious brain disease ) ફેલાઈ છે. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. અનેક લોકો મગજને લગતી અજાણી બીમારીથી પીડિત છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હાલમાં 48 લોકો આ રોગથી પીડિત થયા છે. ઘણા લોકોએ વિચિત્ર બીમારીને કારણે ભૂલી જવા અને મૂંઝવણની ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક અધિકારીઓએ પણ આ રહસ્યમય ન્યુરોલોજીકલ સિન્ડ્રોમ વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. હાલમાં, ડોકટરો પણ આ રોગનું કારણ જાણી શકતા નથી. રિપોર્ટ અનુસાર, મૃત્યું પામેલ છ લોકોની ઉંમર 18 થી 85 ની વચ્ચે હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોએ માનસિક થાક લાગવાની ફરિયાદ કરી છે. આ બીમારીમાં લોકોમાં ચિંતા, ચક્કર આવવા, આભાસ, પીડા, ભૂલવાની બિમારી વધી રહી છે. સ્થાનિક સત્તામંડળે તપાસના આદેશ આપ્યા છે. આ બિમારીથી પ્રભાવિત એક યુવતીએ કહ્યું છે કે તેને ફરી એક જ ટીવી શો જોવો પડે છે કારણ કે તે નવી માહિતી નથી રાખી શકતી. તેણે પોતાની માંસપેશિયો ઉપર પણ નિયંત્રણ ગુમાવ્યું છે.
કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સીએ ગયા વર્ષના અંતમાં આ વિસ્તારમાં અસામાન્ય ન્યુરોલોજીકલ કેસોની મોટી બેચ વિશે ચેતવણી આપી હતી. એજન્સીએ શબપરીક્ષણની તપાસ કરીને પ્રાથમિક માહિતી એકઠી કરી છે. PHAC એ કહ્યું છે કે ન્યૂ બ્રુન્સવિક પ્રાંત હવે ખુદ તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે. સંઘીય એજન્સીની ભૂમિકા આમાં મદદરૂપ થશે.
જ્યારે, રોગી સુરક્ષા સંગઠન ‘બ્લડ વોચ’ એ ચિંતા વધારી છે. તેમણે કહ્યું કે હજુ સુધી ખબર નથી કે કેટલા લોકો આ રહસ્યમય બિમારીથી પીડિત છે અને કેટલા લોકો મૃત્યુ પામશે. સંસ્થાએ આગ્રહ કર્યો છે કે PHAC એ તપાસનું નેતૃત્વ કરવું જોઈએ. સંઘીય એજન્સીઓએ આ બિમારીનું મૂળ કારણ શોધવું જોઈએ. તેમજ તમામ વૈજ્ઞાનિક તપાસ અને સંશોધન કોઈપણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવા જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)