Face Of Nation, 09-11-2021: પાકિસ્તાનના રાજધાની ઈસ્લામાબાદ માં એક હિન્દુ મંદિરનું નિર્માણ થવાનું હતું. જો કે સીડીએએ અગાઉ આ હિંદુ મંદિર માટેની જમીન ફાળવણીને રદ કરી હતી. જે પછી ઇમરાન સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આકરી ટીકા સહન કર્યા બાદ હવે ઇમરાન સરકાર સીધા રસ્તે આવી છે અને હવે કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી એ પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે અને ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે.
ગયા વર્ષે જુલાઈમાં, સીડીએ અર્બન પ્લાનિંગ ડિરેક્ટરે કોર્ટને કહ્યું હતું કે, ધાર્મિક બાબતોના મંત્રાલય, સ્પેશિયલ બ્રાન્ચ અને ઈસ્લામાબાદ વહીવટીતંત્ર સાથે પરામર્શ કર્યા પછી 2016માં પ્લોટની ફાળવણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમણે કહ્યું હતું કે, હિંદુ સમુદાયને મંદિર, કોમ્યુનિટી સેન્ટર અને સ્મશાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હતી. અધિકારીએ બેન્ચને જણાવ્યું કે 2017માં 3.89 કનાલનો વિસ્તાર ફાળવવામાં આવ્યો હતો અને 2018માં હિન્દુ પંચાયતને સોંપવામાં આવ્યો હતો
એક્સપ્રેસ ટ્રિબ્યુને તેના સમાચારમાં અહેવાલ આપ્યો હતો કે પાકિસ્તાનમાં સીડીએ અગાઉ ઈસ્લામાબાદના સેક્ટર H-9/2માં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી હતી. CDAના વકીલ જાવેદ ઈકબાલે સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંઘીય કેબિનેટે રાજધાનીના ગ્રીન વિસ્તારોમાં નવી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી.
માનવ અધિકાર આયોગ ના સભ્ય ક્રિષ્ના શર્માના જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદ અને તેની બહારના વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર હિન્દુ પરિવારો વસે છે. તેમની પાસે તેવા યોગ્ય સ્થાનનો અભાવ છે જ્યાં તેઓ હોળી અને દિવાળી જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી શકે અથવા લગ્ન અને અંતિમ સંસ્કારનું આયોજન કરી શકે. પાકિસ્તાનમાં હિન્દુઓની મોટી વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે. જો કે, ઘણી વાર અહીં લઘુમતી હિંદુ સમુદાયને કટ્ટરવાદીઓના નિશાના પર બનવું પડે છે. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ઘણા હિંદુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. પરંતુ ઈમરાન સરકાર સમુદાયની સુરક્ષાનું વચન આપી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)