Home News ‘વિવાદ, ધમકી અને ટક્કર’ : દિલ્હીમાં હિટ એન્ડ રન; બંને વચ્ચે ગાળાગાળી...

‘વિવાદ, ધમકી અને ટક્કર’ : દિલ્હીમાં હિટ એન્ડ રન; બંને વચ્ચે ગાળાગાળી બાદ કારચાલકે બાઈકસવારને મારી ટક્કર, પોલીસે કેસ કર્યો દાખલ, જુઓ Video

https://youtube.com/shorts/9Vxxddiyfcw

Face Of Nation 06-06-2022 : રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રન સામે આવ્યો છે. સ્કોર્પિયો ચાલકે સ્પીડ વધારી અને બાઈક ચાલકને કટ મારતો પૂરપાટ વેગે આગળ નીકળી ગયો. આ ઘટનામાં બાઈકર ગંભીર રીતે રોડ પર પટકાઈ ડિવાઈડર સાથે અથડાય છે. સદનસીબે બાઈકરનો જીવ બચી ગયો છે. હિટ એન્ડ રનની આ ઘટના દિલ્હીની છે. અર્જનગઢ મેટ્રો સ્ટેશન પાસે કેટલાક બાઈક સવારની સ્કોર્પિયો ચાલક સાથે કોઈ બાબતે બોલાચાલી થાય છે. આ દરમિયાન જ તેણે એક બાઈક સવારને ટક્કર મારી. પીડિત બાઈકરે સ્કોર્પિયો ચાલક પર રેશ ડ્રાઈવીંગ અને હિટ એન્ડ રનનો કેસ કર્યો છે. હાલ દિલ્હી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
સ્કોર્પિયો ચાલકે બાઈકને ટક્કર નાસી છૂટ્યો
સોશિયલ મીડિયામાં વાઈરલ એક મિનિટ 14 સેકન્ડનો આ વીડિયો કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં સ્કોર્પિયોમાં બેઠેલો વ્યક્તિ બાઈકર્સને ધમકાવતો દેખાઈ રહ્યો છે. જ્યારે બાઈકર્સ સ્પીડ ઓછી કરીને SUVની પાછળ જતો દેખાઈ રહ્યો છે. જ્યારે એક બાઈકરે પોતાની બાઈક SUVથી આગળ કાઢી તો SUVમાં બેઠેલા વ્યક્તિએ તેને પાછળથી ટક્કર મારી હતી. તે પછીથી તે ત્યાંથી ભાગી ગયો હતો.
ટક્કરના કારણે બાઈક રોડ પર ઘસડાયું
SUVની ટક્કરના કારણે બાઈકર રસ્તા પર પડ્યો હતો અને દૂર સુધી ઘસડાયો હતો. જોકે બાઈકિંગ ગિયર્સના કારણે તેનો જીવ બચી ગયો હતો. જે બાઈક સવારને ટક્કર વાગી, તે 20 વર્ષનો શ્રેયાંશ છે. તેના ગ્રુપના જ એક સભ્ય અનુરાગ અય્યરે વીડિયો શેર કર્યો અને કેજરીવાલને ટેગ કરીને કાર ડ્રાઈવરને પકડવાની માંગ કરી છે. તેમણે એ પણ લખ્યું કે અમે આવી દુર્ઘટનાઓ માટે વોટ અને ટેક્સ આપતા નથી.
બોલાચાલી પછી ધમકાવ્યો અને ટક્કર મારી
બાઈકરે જણાવ્યું કે હું પોતાના 8-10 મિત્રોની સાથે ગુરગ્રામથી દિલ્હી પરત ફરી રહ્યો હતો, ત્યારે તે અમારી પાસે આવ્યો અને ઝડપથી ગાડી ચલાવવા લાગ્યો. તેણે મારા મિત્રને ધમકાવ્યો અને ગાળો આપી. મારા મિત્ર ધીમા થઈ ગયા, જોકે હું આગળ વધી ગયો. તે વ્યક્તિ ઝડપથી આવ્યો અને મારી બાઈકને ટક્કર મારીને ભાગી ગયો.
પોલીસે કેસ નોંધ્યો, આરોપી ફરાર
દિલ્હીમાં અર્જન ગઢ મેટ્રો સ્ટેશનની પાસે થયેલી ઘટના વિશે પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી SUV ચાલકની ધરપકડ કરવામાં આવી નથી. બાઈકર્સના કેમેરામાં તેની કારનો નંબર કેદ થઈ ગયો છે. દિલ્હી પોલીસે કારની ઓળખ કરી લીધી છે અને તે આ કેસમાં પોતે જ કાર્યવાહી કરશે. પોલીસે બાઈક પર જઈ રહેલા વ્યક્તિને લેખિતમાં ફરિયાદ આપવા પણ કહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).