Face Of Nation, 29-08-2021: હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લાઠીચાર્જને લઇને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને તેને ખેડૂત વિરોધી ગણાવી હતી. રાહુલ ગાંધીએ લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત અને લોહીથી લથપથ એક ખેડૂતની તસવીર શેર કરતા લખ્યું કે, ‘ફિર ખૂન બહાયા હૈ કિસાન કા, શર્મ સે સર ઝૂકાયા હિંદુસ્તાન કા’
હરિયાણાના કરનાલમાં આજે ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વાસ્તવમાં કરનાલમાં ભાજપની વિશેષ બેઠક આયોજીત કરી હતી જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપ ધારાસભ્ય અને મંત્રી ઓપી ધનખડ પહોંચ્યા હતા. બીજી તરફ ખેડૂતોએ બસતાડા ટોલ પ્લાઝા પર એકઠા થઇને બેઠકનો વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી. બાદમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં અનેક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા.
નોંધનીય છે કે ખેડૂતોએ ભાજપની બેઠકનો વિરોધ કરવાની જાહેરાત શુક્રવારે જ કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ટોલ પ્લાઝા પર એકઠા થયા હતા અને પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ સરકારના વિરોધમાં નારા લગાવ્યા હતા.
આ દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ખેડૂતોએ હાઇવે પર ટ્રાફિક જામ કરી દીધો હતો. બાદમાં પોલીસ અને ખેડૂતો ટોલ પ્લાઝા પર સામસામે આવી ગયા હતા અને પોલીસે ખેડૂતોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)