Home News 24મી જૂનથી એરફોર્સમાં શરૂ થશે ભરતી : અગ્નિપથ યોજનાને પરત ખેંચવામાં નહીં...

24મી જૂનથી એરફોર્સમાં શરૂ થશે ભરતી : અગ્નિપથ યોજનાને પરત ખેંચવામાં નહીં આવે, ભરતી પહેલા પોલીસ વેરિફિકેશન થશે : લેફ્ટનન્ટ જનરલ

Face Of Nation 19-06-2022 : કેન્દ્રની અગ્નિપથ યોજનાની વિરુદ્ધ દેશના ઘણા ભાગમાં ચાલી રહેલા દેખાવો પછી રક્ષા મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અગ્નિપથ યોજનાને પરત ખેંચવામાં આવશે નહિ અને તમામ ભરતીઓ આ સ્કીમ મુજબ થશે. 25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેન્ચ ડિસેમ્બરમાં આર્મી જોઈન કરશે. 24મી જૂનથી એરફોર્સમાં ભરતી શરૂ થશે. જ્યારે નેવીમાં 25મી જૂન અને સેનામાં પહેલી જુલાઈથી ભરતી શરૂ થશે. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે, અગ્નિપથના વિરોધમાં કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ ચલાવનારાઓએ વિદ્યાર્થીઓને ભડકાવીને દેખાવો કરાવડાવ્યા છે. તેમણે કહ્યું કે, અગ્નિવીર બનનાર શપથ લેશે કે તેણે કોઈ જ દેખાવો કર્યા નથી. આ સિવાય તેણે તોડફોડ પણ કરી નથી. પોલીસ વેરિફિકેશન સિવાય કોઈને પણ સેનામાં સામેલ કરાશે નહિ.
અમારી સાથે જોડાઈને ટ્રેનિંગ લઈ શકે
પુરીએ કહ્યું કે યુવા ફિઝીકલી તૈયાર હોવા જોઈએ, જેથી કરીને તે અમારી સાથે જોડાઈને ટ્રેનિંગ લઈ શકે. અમારી આ યોજનાને લઈને તાજેતરમાં થયેલી હિંસાનું અનુમાન લગાવવામાં આવ્યું નહોતું. આર્મીમાં શિસ્ત ન ધરાવનારને કોઈ જ સ્થાન નથી. તમામે લેખિતમાં આપવું પડશે કે તે કોઈ પણ પ્રકારની આગ લગાડવાની ઘટનામાં કે કોઈ હિંસામાં સામેલ નહોતા.
બે દિવસમાં સતત બીજી સમીક્ષા બેઠક
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે સેનાની ત્રણેય પાંખના પ્રમુખોની બેઠક મળી હતી. આ બેઠકમાં અગ્નિપથ યોજનાના અમલીકરણ અને આંદોલનકારીઓને શાંત કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. યોજના અંગે રાજનાથ સિંહ દ્વારા બે દિવસોમાં આ બીજી સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી.
ત્રણેય સેનામાંથી એરફોર્સે ગાઈડલાઈન કરી જાહેર
ભારતીય વાયુસેનાએ અગ્નિવીરોની ભરતી માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ત્રણેય સેનામાંથી એરફોર્સે સૌ પ્રથમ ગાઈડલાઈન જાહેર કરી છે. આ મુજબ અગ્નિવીરોએ તેમની સેવાના ચાર વર્ષ પૂર્ણ કરવાના રહેશે. તે પહેલાં તેઓ નોકરી છોડી શકશે નહીં. આવું કરવા માટે તેઓએ અધિકારીની સંમતિ લેવી પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).