Face Of Nation:અમદાવાદ શહેરના વાતાવરણમાં સમી સાંજે પલટો આવ્યો હતો અને ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.અમદાવાદના પ્રહલાદનગર, ગોતા, ઘાટલોડિયો, એસજી હાઈવે, વાસણા ,બોપલ, સરખેજ-મકરબા, ચાંદલોડિયા, વૈષ્નોદેવી, સોલા-ભાગવત, ચાણક્યપુરી વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વરસાદે બે દિવસના વિરામ બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.રાત્રે 8 વાગ્યાની આસપાસથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા ઘણા લોકો વૃક્ષ નીચે ઉભા રહી ગયા હતા તો અમુક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.