Home Crime અમદાવાદ:નિવૃત્ત બેંક કર્મચારીનું આઘાતજનક કૃત્ય,પત્નીનું ગળું દબાવી કરી નાખી હત્યા

અમદાવાદ:નિવૃત્ત બેંક કર્મચારીનું આઘાતજનક કૃત્ય,પત્નીનું ગળું દબાવી કરી નાખી હત્યા

Face Of Nation: મોટેરાની એક સોસાયટીમાં નિવૃત્ત બેંક કર્મચારી એવા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. વહેલી સવારે પતિએ પત્નીની હત્યા કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

શહેરના મોટેરામાં કોટેશ્વર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના 30 નંબરના મકાનમાં મોતીભાઈ મકવાણા (ઉ.વ. 54)એ જશીબેન મકવાણા (ઉ.વ. 50)ની અગમ્ય કારણોસર હત્યા કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર મોતીભાઈના બીજા લગ્ન હતા. આ પહેલા તેણે નિર્મલાબહેન સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું અકસ્માતમાં મોત નિપજતા બીજા લગ્ન કર્યા હતા.નિર્મલાબેન થકી મોતીભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ થઈ હતી. જ્યારે જેમની હત્યા કરાઈ તે જશીબેન થકી તેમને એક દીકરી છે, જે ધોરણ 11માં અભ્યાસ કરે છે. બંને પત્નીઓ થકી તેમને કુલ મળીને છ સંતાનો છે. જ્યારે મૃતકના ભાઈ એલ ડિવિલન ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ છે.