Face Of Nation 09-05-2022 : કેશોદ ખાતે આહિર યુવા મંચ દ્વારા સમાજ વાડી બનાવવા માટે ગઈકાલે ખાતમર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાત્રે માયાભાઈ આહિર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. જેમાં આહિર સમાજના અગ્રણીઓ, રાજકિય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા.
લોકોએ મન મૂકીને પૈસોનો વરસાદ વરસાવ્યો
આ લોકડાયરામાં આહિર સમાજમાંથી આવતા માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા અને તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સાથે ઉભા રાખી બંન્ને ઉપર સમાજના અગ્રણીઓ અને લોકોએ પૈસોનો વરસાદ વરસાવ્યો હતો.
કલાકાર પર સતત બે કલાક રૂપિયા ઉડ્યા
આ દરમિયાન ડારયામાં 500 અને 2 હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુબજ એક કરોડથી પણ વધુ રૂપિયા ઉડ્યા હતા.લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા, ત્યારે સતત બે કલાક સુધી પૈસા ઉડ્યા હતા અંતે બિરજુ બારોટ ચાલુ ઘોળ વચ્ચે પોતાનો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો પરંતુ પૈસાની ઘોળ કરનારા લોકો થાક્યા ન હતા.
ગાયત્રી યજ્ઞ તથા રાત્રીના લોકડાયરો યોજાયો હતો
કેશોદ આહિર યુવા મંચ દ્વારા સમાજના વિકાસ માટે કેશોદમાં બાયપાસ નજીક ચંદીગઢના પાટીયા પાસે 12 વિઘા જમીન ખરીદવામાં આવી છે. આ જગ્યાએ સામાજીક કે ધાર્મીક પ્રસંગ કરી શકાય અને ઉતારા વ્યવસ્થા ઉભી કરી શકાય તે માટે વાડીનું બાંધકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આહિર સમાજની વાડી બનાવવા માટે ગઈકાલે ખાતમર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારે નવનિર્મિત સમાજવાડી માટે ગાયત્રી યજ્ઞ તથા રાત્રીના લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ આહિર યુવા મંચના પ્રમુખ રાજુ ભેડાની આગેવાનીમાં સમાજના કાર્યકરો દોઢ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા.
સમાજના આગેવાનો અને લોકોએ મનભરીને ડાયરો માણ્યો
આ સમાજ વાડીની જગ્યાએ ગઈકાલે રાત્રે પ્રસિદ્ધ લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિર, ઉર્વશીબેન રાદડીયા, બીરજુ બારોટ જેવા ખ્યાતનામ કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. કલાકારોએ લોકસંગીત પીરસતા મોટી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજના આગેવાનો અને લોકોએ મનભરીને ડાયરો માણ્યો હતો.
ડાયરાનું સ્ટેજ ચલણી નોટો નીચે ઢંકાઈ ગયું
લોકડાયરામાં ત્રણેય પ્રખ્યાત કલાકારોનો સુરીલુ લોકસંગીત પીરસતા હાજર આહિર સમાજના લોકો અને અગ્રણીઓએ મનમુકીને સમાજના અગ્રણી એવા ધારાસભ્ય જવાહર ચાવડા, ભગવાનભાઈ બારડ, રાજુભાઈ ભેડા ઉપર ચલણી નોટોની ઘોર બોલાવી વરસાદ વરસાવ્યો હતો. ડાયરામાં રૂ.10, 20, 50, 100, 500 અને 2 હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. જેના પગલે ડાયરાનું સ્ટેજ અને આગળનું પટાંગણ સંપૂર્ણ ચલણી નોટો નીચે ઢંકાઈ ગયુ હતું. અંદાજ મુજબ ડાયરામાં એક કરોડથી વધુ રકમની ઘોળ થઈ હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યુ છે.
પૈસાની ઘોર કરનારા લોકો થાક્યા ન હતા
લોકડાયરામાં જવલેત બનતી ઘટના કેશોદ આહિર સમાજ દ્વારા આયોજિત લોકડાયરામાં જોવા મળી હતી. જેમાં લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા ત્યારે આહિર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ મન મૂકીની પૈસાનો વરસાદ વરસાવાનું શરૂ કરી સતત 2 કલાક સુધી ચાલુ રાખતા આખરે લોકગાયક બીરજુ બારોટ ચાલુ ઘોર વચ્ચે પોતાનો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો પરંતુ પૈસાની ઘોર કરનારા લોકો થાક્યા ન હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).