ફેસ ઓફ નેશન, 01-04-2020 : લોકડાઉનના કારણે રોજનું કમાઈ રોજ ખાતા અને ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગની હાલત દયનીય થઈ ગઈ છે. જેને લઈને લોકો કરીયાણું, અનાજ અને ભોજન વિતરણ કરીને યથાશક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે. કોરોના વાઇરસના કેરથી આજે માણસાઈના ઠેર ઠેર દર્શન થઇ રહ્યા છે અને ખરા અર્થમાં આજે માણસ જ માણસની મદદ માટે આગળ આવી રહ્યો છે. જે મંદિરો આગળ લોકો ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા તે મંદિરોના ઈશ્વરના દરવાજા પણ કોરોનાના કારણે બંધ થઈ જતા સામે ચાલી લોકો હવે ગરીબોને ભોજન કરાવી રહ્યા છે અને મહાદાન, અન્ન દાન એ ઉક્તિને સાર્થક કરી રહ્યા છે. કોઈ મંદિર કે સમાજમાં પાંચ પચીસ લાખ કે કરોડ લખાઈ દેવાથી કે મંદિરોમાં આવનાર કે સમાજમાં રહેનાર વચ્ચે તમારી વાહવાહી થાય છે પરંતુ ભુખ્યાને ભોજન આપીને તેની જઠરાગ્નિ ઠારવાથી ઈશ્વરના દરબારમાં વાહવાહી થાય છે અને આ દાન ક્યારેય એળે જતું નથી. આજે દેશ સંકટમાં છે ત્યારે દેશવાસીઓની વ્હારે આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સેવાથી પૂરું પાડનાર આ તમામ સેવાર્થીઓની સેવાને વંદન છે.
અમદાવાદ નારોલમાં આવેલી ધરતી સોસાયટી મહિલા સંગઠન પોતાના ખર્ચે પુરી-શાક અને ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરમાં નીરવભાઈ દવે તથા તેમના ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન તથા ચા-નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદના વસ્ત્રાલમાં યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા રોનક પટેલના અધ્યક્ષતા હેઠળ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું.
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ