Face Of Nation, 28-09-2021: ચોમાસામાં સિઝન દરમિયાન રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જતી હોય છે, તંત્રની પ્રિમોન્સુન કામગીરને લઈને રોડ રસ્તા પર મસ્ત મોટા ભૂવા પડવાની ઘટના પણ સામે આવી છે ત્યારે અમદાવાદ હવે ખાડા નગરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ગઈકાલે ધોધમાર વરસાદ પડતા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે શહેમાં ભૂવા પડવાની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
શહેરના સરખેજ રોડ પર મસમોટો ભુવો પડતા એક રીક્ષા ચાલક ભૂવામાં ગરકાવ થયો હતો જો કે સદનસીબે રીક્ષા ચાલકે બચાવી લેવાયો છે પરતું આ ભૂવાએ તંત્રની કામગીરીની પોલ છતી કરી દીધી છે શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલ કફોડી બની છે તો ઠેરઠેર ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરખેજમાં રોડ પર ચાલુ રીક્ષા ભૂવામાં ખાબકી હતો જો કે રીક્ષાચાલકને સ્થાનિકો દ્વારા બહાર કઢાયો હતો જ્યારે રીક્ષા ચાલકને સામાન્ય ઈજાત થતા તેને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો.
અહી તંત્રની કામગીર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વરસાદ પહેલા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરતું તંત્રના પાપે અનેક નાગરિકોને ભારે હાલાકીનો સામેનો કરવાનો વારો આવ્યો છે. રોડ રસ્તાઓ પર તંત્રની નબળી કામગીરીને પગલે રોડ રસ્તાઓ પર ખાડા પડેલા જોવા મળી રહી રહ્યા છે, હવે જોવાનું રહ્યું ક્યારે આ રસ્તાઓની મરામત કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)