Home Uncategorized સાબરમતી નદી પ્રદૂષિત કરનાર 84 ફેક્ટરી સામે AMC દ્વારા કડક પગલા લેવાતા...

સાબરમતી નદી પ્રદૂષિત કરનાર 84 ફેક્ટરી સામે AMC દ્વારા કડક પગલા લેવાતા ગટર કનેક્શન કાપ્યા

Face of Nation 27-11-2021: અમદાવાદ શહેરના મધ્યથી પસાર થતી સાબરમતી નદીનાં પ્રદુષણ અંગે હાલમાં હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી ચાલી રહેલ છે.. હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે ગટરની લાઇનમાં કેમિક્લ છોડતા એકમ સામે લાલ આંખ કરી શહેરના 84 થી વધુ એકમના ગટર કનેક્શન કાપી નાંખ્યા છે

અમદાવાદ મહાનગર પાલિકીએ અખબારી યાદીમાં જણાવવાનું કે અમદાવાદ શહેરમાં કુલ 14 એસ.ટી.પી. કાર્યરત છે જેમાં નદીની પુર્વ બાજુએ આવેલા એસ.ટી.પી.માં આવતાં ઇનકમીંગ સુએજના પેરામીટર્સ ડિઝાઇન લીમીટ કરતાં ઘણા વધારે જોવા મળે છે . જેનું મુખ્ય કારણ સુએજ લાઇનોમાં આવતું ઇન્ડસ્ટ્રીટલ એફલુઅન્ટ છે .

અમદાવાદ શહેરમાં મુખ્ય 4 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નરોડા વટવા , ઓઢવ અને નારોલ આવેલ છે પરંતુ આ ઉપરાંત શહેરના ઉત્તર , પુર્વ , મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાનાં- નાનાં ધણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલાં છે . મોટાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એફલુઅન્ટ માટે CETP બનાવેલ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરગથ્થુ ગંદા પાણીના શુધ્ધિકરણ માટે બનાવેલ છે પરંતુ અ.મ્યુ.કો.ની સેવેજ લાઇનોમાં ઇન્ડસ્ટ્રીયલ કનેકશનો મારફતે ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ઠલવાતાં હોવાથી એસ.ટી.પી.ના ડોમેસ્ટીક સીવેજના ડિઝાઇન ઇનલેટ પેરામીટર જળવાતાં નથી.જેના કારણે પ્લાન્ટની માઇક્રોબીયલ પ્રોસેસમાં બેકટેરીયલ ડેવલોપમેન્ટમાં હાનિ પહોંચતી હોવાથી આઉટલેટ પેરામીટર GPCB નાં નોર્મ્સ અનુસાર જળવાતાં નથી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટના કારણે એસ.ટી.પી.ની મશીનરીને પણ નુકસાન થતું રહે છે .

નોંધનિય છે કે એએમસી કાર્યવાહી બાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો . તેમજ શહેરના બે ફેક્ટરી માલિકો દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમા અરજી પણ કરવામાં આવી હતી . જો કે હાઇકોર્ટે અરજદારને ખખડાવતા કહ્યું હતુ કે તમને માત્ર તમારા બિઝનેશની પડી છે . પણ તમારા સ્વાર્થને લીધી નદીની શું સ્થિતિ થઇ છે ? કોઇ પ્રકારે કોર્ટ પાસે સહાનુભૂતિની અપેક્ષા ન રાખશે . ઉદ્યોગોને બચાવવા રાજકારણીનો પણ દખલગીરી કરી રહ્યા છે . અમને રાજકારણીના નામ  મળશે તો તેમની સામે પણ પગલા લઇશું(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)