Home News ભાજપ મહિલા કાઉન્સિલરના પતિ દાદાગીરી સીસીટીવીમાં કેદ ,હપ્તા ઉઘરાવવાની માંગ સાથે મારપીટ...

ભાજપ મહિલા કાઉન્સિલરના પતિ દાદાગીરી સીસીટીવીમાં કેદ ,હપ્તા ઉઘરાવવાની માંગ સાથે મારપીટ કરી

Face of Nation 28-12-2021:  અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપ મહિલા કાઉન્સિલરના પતિના દાદાગીરી કરતા સીસીટીવી સામે આવ્યા છે. મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી માલિક દ્વારા કાર્યવાહી કરવા અરજી પણ કરાઇ છે. અમદાવાદ મહાનગર પાલિકના ભાજપના મહિલા કાઉન્સિલર ચાંદની બહેન પટેલના પતિ તેજસ પટેલ સહિત અન્ય અજાણ્યા ઇસમો દ્વારા ફેક્ટરીમાં આવી હપ્તા ઉઘરાવવાની માંગ સાથે મારપીટ કરી હોવાની પોલીસ ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવી છે.