Home Uncategorized અમદાવાદ બ્લાસ્ટ કેસ : નિર્દોષોને મોત આપનાર દોષિતોને 14 વર્ષ બાદ મોત,...

અમદાવાદ બ્લાસ્ટ કેસ : નિર્દોષોને મોત આપનાર દોષિતોને 14 વર્ષ બાદ મોત, બ્લાસ્ટ કેસના ષડયંત્રકારોને ફાંસીની સજા

Face of Nation 18-02-2022 : અમદાવાદમાં 26 જુલાઈ 2008ને શનિવારની સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી છે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરી, 2022ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને 18 ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી છે. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://youtu.be/dhxLwdpguqU