Home News અમદાવાદ : બોપલ સ્ટારબજારમાં 5 કર્મચારી અને ભાઈપુરામાં 21 શાકભાજી વાળા કોરોના...

અમદાવાદ : બોપલ સ્ટારબજારમાં 5 કર્મચારી અને ભાઈપુરામાં 21 શાકભાજી વાળા કોરોના પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ ગ્રામ્યમાં બોપલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં સ્ટાર બજારમાં કામ કરતા પાંચ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ તંત્ર દ્વારા આ તમામના સંપર્કોને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે. સુપર સ્પ્રેડરને કોરોના થતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બોપલમાં આવેલા સ્ટાર બજારમાં પાંચ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અહીંથી બોપલ વિસ્તારના મોટાભાગના લોકો ખરીદી કરી રહ્યા હતા. જેને લઈને બોપલમાં ફફળાટ ફેલાયો છે. સ્ટાર બજારમાં કામ કરતો એક યુવક તો રાતે હોસ્પિટલમાં કામ કરતો હતો. આ યુવકે દિવસે સ્ટાર બજારમાં અને રાતે સંગીતા હોસ્પિટલમાં કેશિયર તરીકે કામ કરતો હતો. જેને લઈને હોસ્પિટલના કર્મીઓ અને દર્દીઓ પર પણ કોરોનાનો ખતરો આવ્યો છે. યુવકના સંપર્કમા આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરાશે. કેશિયરના સંપર્કમાં આવેલા લોકોની તપાસ આજથી શરૂ કરવામાં આવી છે. આસપાસની સોસાયટીના લોકોને અલર્ટ કરાયા છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

અમદાવાદ : દુર્ગંધ મામલે કોર્પોરેશનનો પાયાવિહોણો ખુલાસો, ખોરજમાં લાગેલી આગની દુર્ગંધ અમદાવાદમાં કેવી રીતે ફેલાઈ ?