Home Uncategorized અમદાવાદ:હવામાનની આગાહીને વરસાદનો હોકારો,શહેરમાં સવારથી જ વરસાદે બોલાવી તડાફડી

અમદાવાદ:હવામાનની આગાહીને વરસાદનો હોકારો,શહેરમાં સવારથી જ વરસાદે બોલાવી તડાફડી

Face Of Nation:અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી રાતથી જ ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી હતી. જોકે આજે સવારે જ અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદી વાતાવરણ બંધાયું હતું અને વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર, એસજી હાઈવે, બોડકદેવ, ગોતા, સોલા, ઘાટલોડિયા, વેજલપુર, વાસણા અને બોપલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે જોકે થોડીવાર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જેને કારણે નોકરી અને સ્કુલમાં જઈ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે અમદાવાદમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.તે સ્થિતિમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.