Home News સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કોઈ ઘર બહાર નીકળી શકશે...

સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કોઈ ઘર બહાર નીકળી શકશે નહીં : પોલીસ કમિશનર

ફેસ ઓફ નેશન, 02-05-2020 : અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આજે જણાવ્યું છે કે, લોકડાઉનના તમામ નિર્ણયોનું પાલન કરવામાં આવે. પોલીસ દ્વારા આ મામલે લોકડાઉન ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ઘર બહાર નીકળી શકશે નહીં. જો કોઈ ઇમરજન્સી કામ વિના સાંજે 7 વાગ્યા બાદ બહાર નીકળશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ તમામ ઝોન માટે લાગુ પડશે.
28 ડ્રોન દ્વારા સમગ્ર અમદાવાદમાં પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે સીસીટીવી સર્વેલન્સ દ્વારા પણ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. સોસાયટીમાં કે ધાબા ઉપર ટોળે વળીને બેસતા લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. કંટ્રોલરૂમમાં આવતી ફરિયાદને ધ્યાને લઈને પણ ગુના નોંધવામાં આવી રહ્યા છે. નરોડામાં હોટેલ ઉપર ચાલી રહેલા સ્પા અને સલૂન સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ સેટેલાઈટમાં સોસાયટી બહાર ખુરશી નાખીને બેઠેલા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ કેસો

સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો