Home News અમદાવાદ : સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 17-04-2020 : અમદાવાદમાં આવેલી અને એશિયાની સૌથી મોટી મનાતી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સાથે જ ડોક્ટર પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જી.એચ.રાઠોડના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડો.રાઠોડને સમગ્ર પરિવાર સહીત હોમ કોરોન્ટાઇન કરાયા. ડો.રાઠોડની જગ્યાએ ડો.જે.પી મોદીને સુપ્રીટેન્ડન્ટનો ચાર્જ સોપવામાં આવ્યો છે. સાથે જ 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડો ગજ્જરને સોંપવામાં આવ્યો છે. કોરોનાના કેસો હવે ડોક્ટર, મેડિકલ સ્ટાફ અને પોલીસ વિભાગમાં પણ નોંધવા લાગ્યો છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ફફળાટ વ્યાપ્યો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેર વચ્ચે છૂટછાટ આપવી મુશ્કેલભરી બની રહેશે

કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે