Face Of Nation, 13-08-2021: રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર હજું મંદ પડ્યો છે, ત્યાં ચોમાસાની ઋતુમાં મોટા પાયે બાળકો ઋતુગત બીમારીના ભરડામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં હજારોની સંખ્યામાં કેસો નોંધાયા છે. જુલાઇ મહિનામાં કુલ 2 હજાર 900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તો જૂન મહિનામાં 1 હજાર 50 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓગસ્ટ મહિનામાં ફક્ત 12 દિવસમાં જ 1 હજાર 470 બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા જે પૈકી 475 બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે. બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી અને તાવના કેસો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં જુલાઈ અને ઓગસ્ટમાં હજારોની સંખ્યામાં કેસો નોંધાયા
જુલાઈ મહિનામાં 2900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા .
જુલાઈમાં 1050 બાળકોને જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા
જ્યારે ઓગસ્ટ મહિનામાં માત્ર 12 દિવસમાં જ
1470 બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા
જેમાંથી ઓગસ્ટ મહિનામાં 475 બાળકોને દાખલ કરવાની ફરજ પડી
બાળકોમાં ડેન્ગ્યુ,મેલેરિયા,ઝાડા – ઉલટી,શરદી અને તાવના કેસો મોટી સંખ્યામાં જોવા મળ્યા
ખુબજ ધ્યાન રાખવા માટેની તબીબોની લોકોને અપીલ
બાળકોમાં સતત રોગચાળો વધી રહ્યો છે.
ઓગસ્ટની શરૂઆતથીજ ધરખમ કેસો વધ્યા છે
અમદાવાદમાં રોગચાળામાં વધારો થયો છે. નાના બાળકોથી લઈ મોટેરાઓ પણ રોગચાળાના ભરડામાં આવી ગયા છે. જુલાઈ કરતા ઓગસ્ટમાં ઋતુગત રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસોમાં વધારો નોંધાયો છે. તો તાવ, શરદી, ઉધરસ, અને ઝાડા ઉલટીના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે.ખાનગી લેબમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ટેસ્ટ માટે ધસારો જોવા મળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી