Home Uncategorized અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે

અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે

Face of Nation 05-01-2022: અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે.

અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે. આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં એવા ઘણા લોકો છે જેણે હજુ સુધી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. પરંતુ હવે જે લોકોએ વેક્સીનો બીજો ડોઝ લીધો નથી તેને રસી આપવા માટે મનપાએ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મનપા કોરોનાની રસીનો બીજો ડોઝ ન લેનારા લોકો માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. જે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી તેનો ડેટા કોર્પોરેશન દ્વારા પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ પોલીસ આ લોકોને બીજો ડોઝ લેવા માટે ફોન કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).